રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કેવડિયા: સરદાર પટેલની 147મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો હતો. PM મોદીએ આ દરમિયાન સરદાર પટેલના ચરણોમાં પુષ્પોથી શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. વડાપ્રધાને એકતા દિવસની પરેડમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

PM મોદીએ દેશવાસીઓને શું શપથ લેવડાવ્યા?
હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને વધારવા રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને પોતાના દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જેને સરદાર પટેલની દુરદર્શિતા અને કાર્યો દ્વારા સંભવ બનાવી શકાઈ. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનું પણ સત્ય-નિષ્ઠાથી સંકલ્પ કરું છું.

મોરબીમાં દુર્ઘટના બાદ PMએ તમામ કાર્યક્રમો રદ કર્યા
નોંધનીય છે કે, ગઈકાલે રવિવારે સાંજે મોરબીમાં બ્રીજ તૂટી પડવાની દુર્ઘટના બાદ વડાપ્રધાને પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. ભાજપના કાર્યકરો સાથેનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાકવામાં આવ્યો હતો. એવામાં તેઓ કેવડિયામાં કાર્યક્રમ બાદ સીધા જ મોરબી જવા રવાના થઈ શકે છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT