અમદાવાદમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા PM મોદીએ કાફલો થોભાવ્યો, સોશિયલ મીડિયા પર થઈ પ્રશંસા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ આજે મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેમણે થલતેજમાં એક જનસભાને પણ સંબોધી હતી. વડાપ્રધાન પોતાના કાર્યક્રમ બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે એક એમ્બ્યુલન્સને રસ્તો આપવા તેમણે પોતાની ગાડીઔઓનો કાફલો થોભાવી દીધો હતો. PMના આ કાર્યની ખૂબ જ પ્રશંસા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યો વીડિયો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેમણે આ ઘટના વિશેની જાણકારી આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, લોકોની સરકાર, અમદાવાદથી ગાંધીનગર જતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે પોતાનો કાફલો થોભાવી દીધો. વડાપ્રધાનની આ માનવતાની પશંસા કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

અગાઉ 2017માં પણ PMએ એમ્બ્યૂલન્સ માટે કાફલો થોભાવ્યો હતો
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રાજભવન ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેમની સાથે ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે. જ્યાં તેઓ આગામી કાર્યક્રમ અને ચૂંટણી રણનીતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ પહેલા પણ વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમનો કાફલો થોભાવી દીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાનના આ માનવતા ભર્યા અભિગમના યુવાઓએ પણ વખાણ કર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT