PM મોદીએ કાફલો થોભાવી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો, હિમાચલમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિમાચલ પ્રદેશઃ વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશના કાંગડામાં ચૂંટણી રેલીમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે આ રેલીમાં સંબોધન પછી તેમનો કાફલો જ્યારે હેલિપેડ તરફ જઈ રહ્યો હતો ત્યારે એમ્બ્યુલન્સ વચ્ચે આવી ગઈ હતી. વડાપ્રધાને પોતાનો કાફલો રોકાવીને એમ્બ્યુલન્સને જવા દીધી હતી. અગાઉ અમદાવાદમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ કાફલો થોભાવ્યો હતો.

કાંગડા રેલી બાદ કાફલા વચ્ચે એમ્બ્યુલન્સ આવી…
હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંગડા ખાતે ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. ત્યારપછી જ્યારે તેઓ રેલીના સ્થળથી હેલિપેડ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા વચ્ચે એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. જોકે વડાપ્રધાને કાફલો થોભાવ્યો અને એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો.

ADVERTISEMENT

હિમાચલને સ્થિર અને મજબૂત સરકારની જરૂર- PM મોદી
કાંગડાના ચંબીમાં એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘કાંગડાની ભૂમિ શક્તિપીઠોની ભૂમિ છે. તે ભારતની આસ્થા અને આધ્યાત્મિકતાની યાત્રા છે. બૈજનાથથી કાઠગઢ સુધી, આ ભૂમિમાં બાબા ભોલેની અસીમ કૃપા હંમેશા આપણા બધા પર બની રહે છે. આજે હિમાચલ 21મી સદીમાં વિકાસના તબક્કે છે, તેને એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. જ્યારે હિમાચલમાં મજબૂત સરકાર અને ડબલ એન્જિન પાવર હશે, ત્યારે તે પડકારોને પણ પાર કરશે અને નવી ઊંચાઈઓ પણ એટલી જ ઝડપથી પહોંચશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

કોંગ્રેસની સરકાર માત્ર 2 રાજ્યોમાં રહી ગઈ છેઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ ક્યારેય હિમાચલને સ્થિર સરકાર આપી શકતી નથી અને આપવા પણ ઈચ્છતી નથી. આજે કોંગ્રેસની ગણતરી કરીએ તો માત્ર બે જ રાજ્યોમાં તેમની સરકાર બચી છે, એક રાજસ્થાનમાં અને એક છત્તીસગઢમાં. વિકાસની માહિતી અહીંથી ક્યારેય આવતી નથી. આ બંને જગ્યાએથી સમાચારો માત્ર ઝઘડાના જ આવતા રહે છે. જો આમ જ ચાલશે તો રાજ્યનો વિકાસ કેવી રીતે થશે?’

વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘કોંગ્રેસનો અર્થ અસ્થિરતાની ગેરંટી છે. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કૌભાંડની ગેરંટી. કોંગ્રેસનો અર્થ એટલે કે વિકાસના કામો અટકાવવાની ગેરંટી. તેમણે કહ્યું, ‘અમે એવી રાજકીય પરંપરા બનાવવા માંગીએ છીએ કે અમે સરકારમાં એવું કામ કરીએ કે મતદારો અમને વારંવાર તક આપે. એટલા માટે અમે દરેક જગ્યાએ, દરેક સ્તરે વિકાસ અને દેશ માટે કામ કરી રહ્યા છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT