PM મોદીએ નવરાત્રીમાં ગરબા રમવા ખેલાડીઓને આમંત્રિત કર્યા, નીરજ ચોપરાના ગરબા સ્ટાઈલની પ્રશંસા કરી
અમદાવાદઃ ગુજરાત રાજ્ય અત્યારે નવરાત્રીના રંગમાં રંગાઈ ગયું છે. તેવામાં નવરાત્રીના સમય દરમિયાન 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યથી આવેલા ખેલાડીઓને ખાસ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્ય અત્યારે નવરાત્રીના રંગમાં રંગાઈ ગયું છે. તેવામાં નવરાત્રીના સમય દરમિયાન 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યથી આવેલા ખેલાડીઓને ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે ખેલાડીઓને રમતમાં સારુ પ્રદર્શન કરે એની શુભેચ્છા આપવાની સાથે નવરાત્રીમાં ભાગ લેવા માટે પણ જણાવ્યું હતું. આની સાથે નીરજ ચોપરાએ જેવી રીતે ગરબા રમ્યા હતા એની પણ પ્રશંસા કરી હતી.
ગુજરાતીઓ મહેમાનનું કરશે સ્વાગત
ખેલાડીઓનું સ્વાગત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતીઓ પોતાના મહેમાનોનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તમારી સેવામાં કોઈ કમી નહીં રહે, અમે ગુજરાતીઓ મહેમાનોને ભગવાન માનીએ છીએ. અહીં તમે નેશનલ ગેમ્સમાં ભાગ લેવાની સાથે ગુજરાતમાં આવ્યા છો તો નવરાત્રીના તહેવારની પણ મજા માણજો. આ જ આપણા દેશની એકતાનું પ્રતિક છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી
નીરજ ચોપરાએ ગુજરાતમાં આવીને ગરબાની મજા માણી હતી. તેઓ નવરાત્રી દરમિયાન તહેવારની જોરશોરથી ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. આ અંગે વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની જેમ અન્ય ખેલાડીઓને પણ ગરબા ગાવા માટે પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું હતું કે જેવી રીતે નીરજ ચોપરાએ ગરબા રમ્યા એ અત્યંત પ્રશંસનીય છે. આપણા ભારત દેશમાં એકતાનું કોઈ મોટુ પ્રતિક હોય તો એ તહેવારો અને સ્પોર્ટ્સ છે. નોંધનીય છે કે નીરજ ચોપરાએ વડોદરા ખાતે નવરાત્રીમાં ગરબા ગાયા હતા. આ દરમિયાન તેણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જોરદાર ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. આની સાથે ફેન્સને સંબોધિત કરતા નીરજ ચોપરાએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ
નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમમાં 36 નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની દરમિયાન સંબોધન આપતા જણાવ્યું કે દેશનું ભવિષ્ય સ્પોર્ટ્સ ક્ષેત્રે ઘણુ વિશાળ છે. નવા યુવા એથ્લિટ માટે આ નેશનલ ગેમ્સ એક લોન્ચિંગ પેડ સમાન છે. યુવાનો આ માધ્યમથી ભવિષ્યમાં ઘણા સફળ થઈ શકે છે. આની સાથે PM મોદીએ કાર્યક્રમમાં હાજર તમામ સ્પોર્ટ્સ જગતના વીરોને શુભકામના પાઠવી હતી. તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT