PM મોદી કારગિલ પહોંચ્યા, સતત 9માં વર્ષે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

જમ્મુ-કાશ્મીર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ ત્યાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. પીએમ સેનાના જવાનો સાથે પાછલા આઠ વર્ષોથી દિવાળીનું પર્વ ઉજવતા આવ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું છે, ત્યારથી તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનું પર્વ મનાવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પોતાની પરંપરાને ચાલુ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ-દ્રાસ પહોંચી ગયા છે.

કેદારનાથ-બદ્રીનાથના દર્શન કર્યા
આ પહેલા પીએમ મોદી દિવાળીના તહેવાર પર અલગ-અલહ જગ્યાઓ પર જઈ રહ્યા છે. સૌથી પહેલા 21મી ઓક્ટોબરે તેમણે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કર્યા. આ બાદ 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવમાં સામેલ થયા, સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા હતા.

ADVERTISEMENT

મોદી PM બન્યા ત્યારથી દર વર્ષે ક્યાં-ક્યાં દિવાળીની ઉજવણી કરી?

  • વર્ષ 2021માં તેમણે જમ્મુ કશ્મીરના રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
  • વર્ષ 2020માં રાજસ્થાન બોર્ડર પર લોંગેવાલા ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
  • વર્ષ 2019માં તેમણે LOC પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી માટે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાની મુલાકાત લીધી હતી.
  • વર્ષ 2018માં ઉત્તરાખંડના હર્ષિલમાં આર્મી અને ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
  • વર્ષ 2017માં તત્કાલીન આર્મી ચીફ જનરલ બિપિન રાવત સાથે જમ્મ-કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લામાં નિયંત્રણ રેખાની મુલાકાત લઈને જવાનોને મિઠાઈ ખવડાવી હતી. તેમણે ગુરેઝ સેક્ટરમાં 15 કોર્પ્સના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
  • વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાની મુલાકાત લીધી હતી અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, ઈન્ડિયન આર્મી અને ડોગરા સ્કાઉન્ટ્સના જવાનો સાથે આ ઉજવણી કરી હતી.
  • વર્ષ 2015માં ભારત-પાક બોર્ડરની મુલાકાત લીધી હતી.
  • વર્ષ 2014માં સિયાચીનમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT