‘અમદાવાદ બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટનું હબ, કાલુપુરમાં 13 લેનનો રોડ બનશે’ PM મોદીએ જણાવ્યો રોડ મેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેમણે થલતેજમાં એક જાહેર સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે અમદાવાદને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા અંગે વાત કરી હતી.

મેટ્રોમાં શિડ્યૂલથી પહેલા થલતેજ પહોંચી ગયા
વડાપ્રધાને કહ્યું, કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો પછી અમદાવાદ મેટ્રોની સવારી કરીને હું થલતેજ પહોંચ્યો. કોઈ બહારથી વંદેભારતથી આવે તો સીધા મેટ્રોમાં ચઢીને શહેરમાં પોતાના ઘરે જઈ શકે છે અથવા કામ માટે શહેરના બીજા ભાગમાં જઈ શકે છે. મને આશ્ચર્ય થયું કે મારા શિડ્યૂલના 20 મિનિટ પહેલા હું થલતેજ પહોંચી ગયો. વિમાનમાં મુસાફરી કરતા અંદર જેટલો અવાજ આવે, વંદે ભારત ટ્રેનમાં તે અવાજ 100મા ભાગનો થઈ જાય છે. એટલે કે 100 ગણો અવાજ વિમાન થાય છે. વિમાનમાં વાતચીત કરવામાં મુશ્કેલી થાય છે. વંદે ભારત ટ્રેનમાં હું આરામથી લોકો સાથે વાત કરતો હતો. અવાજ જ નહોતો આવતો. એટલે જે વિમાનના ટેવવાળા છે તેમને આ ખબર પડશે તો વંદેભારત પસંદ કરશે.

અમદાવાદીઓને સો-સો સલામ કર્યા
તેમણે ઉમેર્યું મારા અમદાવાદીઓ, મારે આજે અમદાવાદને સો-સો સલામ કરવી છે. નવરાત્રીનો તહેવાર હોય રાત આખી દાંડીયા ચાલતા હોય. આપણું શહેર કે ગુજરાત સૂતું ન હોય એવા નવરાત્રીના દિવસોમાં ધોમધખતી ગરમી વચ્ચે આટલો મોટો વિરાટ સાગર પહેલીવાર જોયો છે. આટલો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો હોય એ મારો પહેલો અનુભવ છે. એટલા માટે અમદાવાદીઓને મારા સો-સો સલામ. એટલે અમદાવાદીઓને મેટ્રો શું છે અની બરાબર ખબર છે.

અમદાવાદી પેસેન્જર હિસાબના પાક્કા
PM બોલ્યા, અમદાવાદી હિસાબ લગાવે. ઓટોમાં જઉં તો કેટલા પૈસા થાય, કેટલો ટાઈમ જાય, કેટલી ગરમી થાય. મેટ્રો જોવે તો તેમાં આવી જાય. સૌથી વધારે આર્થિક લાભ અમદાવાદનો પેસેન્જર કરે. એટલે એક જમાનામાં હું અમદાવાદનો રીક્ષાવાળો ગીત ગાતા હતા. હવે હું મેટ્રોવાળો ગીત ગાશે. આજે અમદાવાદે મારું દિલ જીતી લીધું છે. 8 વર્ષોમાં એક બાદ એક દેશના 24થી વધુ શહેરોમાં મેટ્રો શરૂ થઈ ગઈ છે અથવા ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઘણા શહેરોને એર કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા છે. આપણા રેલવે સ્ટેશનની શું હાલત હતી તે તમે જાણો છો. આજે ગાંધીનગરના રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછું નથી. બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણને પણ મંજૂરી આપી દીધી છે. આ શહેર આગામી 25 વર્ષોમાં વિકસીત ભારતના ભાગ્યને ઘડવાના છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ટ્વિન સિટીનો વિકાસ કરાશે
તેમણે કહ્યું કે, આવનારા સમયમાં ગુજરાતમાં અનેક ટ્વિન સિટીના વિકાસનો આધાર રખાઈ રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર આના ઉદાહરણ છે. ભારત હવે તેમાં પાછળ નથી. આણંદ-નડીયાદ, ભરુચ-અંકલેશ્વર, સુરત-વાપી, મોરબી-વાંકાનેર, મહેસાણા-કડી આવા ઘણા બધા ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ શસક્ત કરવાના છે.

ADVERTISEMENT

પહેલીવાર 32 કિમીના મેટ્રો ફેઝનું લોકાર્પણ
પહેલાના સમયમાં અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ એટલે લાલ દરવાજા અને લાલ બસ અને હરી ફરીને રીક્ષાવાળો. દેશમાં આ પહેલીવાર થયું છે જ્યારે એક સાથે 32 કિલોમીટરની યાત્રાનું લોકાર્પણ થયું છે. રેલવે લાઈન પર મેટ્રોની ચેતવણી છતાં ઝડપથી કામ થયું છે. આ માટે વધારાની જમીનની જરૂર પણ નથી પડી. ફેઝ-2માં ગાંધીનગરને કનેક્ટ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

વિકાસનો રોડમેપ રજૂ કર્યો
વિકાસનો રોડમેપ રજૂ કરતા બોલ્યા, ડબલ એન્જિનની સરકારનો લાભ અમદાવાદ પ્રોજેક્ટને મળ્યો. બોટાદ રેલ લાઈનનો ઓવરહેડ મેટ્રો લાઈન માટે વાપરવાની વાત આવી તો કેન્દ્ર સરકારે તરત તેની મંજૂરી આપી દીધી. તેનાથી વાસણા-જૂની હાઈકોર્ટ મેટ્રો રૂટની કામ તરત જ શરૂ થવાની સંભવ થયું. અમદાવાદ મેટ્રો પર અમે કામ કરવાનું શરૂ કર્યું તો રૂટ એવો પ્લાન કર્યો જેથી ગરીબને પણ લાભ થાય. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની વધુ જરૂર છે, સાંકડા રસ્તા છે ત્યાંથી મેટ્રો નીકળે. અમદાવાદ મલ્ટી મોડલ કનેક્ટિવિટીનું હબ બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું. કાલુપુરમાં આજે મલ્ટીમોડલ હબ બનાવવામાં આવી રહ્યું છે. અહીં બીઆરટીએસ સ્ટેશનની સામે જ ગ્રાઉન્ડ ફ્લોરમાં સીટી બસો ઊભી હશે, ટેક્સી અને પ્રાઈવેટ કાર અપર ફ્લોરમાં ઊભી હશે. સરસપુર એન્ટ્રી તરફ નવું મેટ્રો સ્ટેશન છે. કાલુપુર રોડ ઓવરબ્રિજને સરસપુર રોડ ઓવરબ્રિજ સાથે જોડવા માટે સ્ટેશન સામે 13 લેનનો રોડ બનાવવામાં આવશે. કાલુપુર ઉપરાંત સાબરમતી રેલવે સ્ટેસનને પણ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસીત કરવામાં આવી રહ્યું છે.

મેટ્રો સ્ટેશને બાળકોને મુલાકાત લેવા કહ્યું
આ સાથે જ વડાપ્રધાન મોદીએ દેશના યુવાનો તથા ધોરણ 9-10માં ભણતા બાળકોને આહ્વાન કરતા કહ્યું કે, તેમણે મેટ્રો સ્ટેશનની મુલાકાત લેવી જોઈએ. ત્યાં જઈને જાણવું જોઈએ કે મેટ્રો સ્ટેશન કેવી રીતે બન્યું છે. ત્યાં કેવી રીતે કામગીરી થતી હોય છે. ત્યાં કેવા પ્રકારની ટેક્નોલોજી વપરાય છે, તે કામ કેવી રીતે થયું છે, સ્ટેશન કેવી રીતે બનાવવામાં આવ્યા છે, ત્યાં ટનલ કેવી રીતે બનાવી છે. આ બઘી જ માહિતી તેમણે મેળવવી જોઈએ. મેટ્રો માત્ર સફર માટે જ નથી, સફળતા માટે પણ તે કામ આવવી જોઈએ. જેથી તેઓ આંદોલનનમાં ક્યારેય ભાગ ન લે અને તેને પોતાના ઘરની પ્રોપર્ટીને નુકસાન થાય એટલી પીડા આ પ્રોપર્ટીને નુકસાન કરતા સમયે થશે.

    follow whatsapp

    ADVERTISEMENT