ગુજરાતમાં પ્રચંડ જીત બાદ PM મોદીએ પાટીલની પીઠ થાબડી, આ ત્રણ લોકોને બતાવ્યા જીતના હીરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સંસદમાં શિયાળુ સત્ર વચ્ચે બુધવારે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો હતો. આ દરમિયાન PM મીટિંગમાં પહોંચતા જ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચંડ જીત બદલ તાળીઓ પાડીને અભિવાદન કર્યું હતું.

PMને પાર્લામેન્ટરી બોર્ડે વધાવી લીધા
પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ ગુજરાતની જીત પર ભલે તાળીઓ પાડીને PMને વધાવી લીધા હોય, પરંતુ તેમણે આ જીતનો શ્રેય નહોતો લીધો. PM મોદીએ જીતનો શ્રેય ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને તથા પાર્ટીના કાર્યકર્તાઓને આપ્યો હતો.

PM મોદીએ પાટીલને આપ્યો જીતનો શ્રેય
બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, PM મોદીએ કહ્યું કે, ગુજરાતમાં જીતનો શ્રેય કોઈને આપવો જોઈએ તો તે સી.આર પાટીલ, જે.પી નડ્ડા અને ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓને આપવો જોઈએ. સાથે જ તેમણે સી.આર. પાટીલના વખાણ કરતા કહ્યું કે, પાટીલજી મંચની પાછળ રહીને સંગઠન માટે કામ કરતા રહ્યા. સી.આર પાટીલે ક્યારેય ફોટો નથી પડાવ્યો. નોંધનીય છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી 156 સીટો આવી છે. જે આજ સુધીના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. આ જીત સાથે ભાજપે માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT