સૌરાષ્ટ્રનો કિલ્લો મજબૂત કરવા PM મોદીની ખાસ રણનીતિ, મોદીમય લહેરના માસ્ટર સ્ટ્રોક વિશે જાણો
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ સુપર એક્ટિવ થઈ ગઈ છે. અત્યારે પાર્ટીનો ગઢ ગણાતા એવા ગુજરાતમાં આમ આદમી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ સુપર એક્ટિવ થઈ ગઈ છે. અત્યારે પાર્ટીનો ગઢ ગણાતા એવા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગેરન્ટીઓ અને કોંગ્રેસની કાર્યશૈલીના પરિણામે આ ચૂંટણીનો જંગ જોરશોરથી જામશે એમ લાગી રહ્યું છે. તેવામાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંની 54 બેઠકોમાંથી ભાજપને 2017 ચૂંટણીમાં અંદાજે 45% બેઠકો જ મળી હતી. જ્યારે 55% બેઠકો કોંગ્રેસ જીતી લીધી હતી. જેથી કરીને વડાપ્રધાને જામકંડોરણામાં જંગી સભાનું આયોજન કરવાનું માળખું બનાવ્યું છે. તો ચલો ભાજપને જીતાડવા PM મોદીના વિઝન તથા ગત ચૂંટણી પરિણામો પછી ભાજપની શું રણનીતિ હશે એના પર નજર કરીએ…
PM મોદીની સભાથી સૌરાષ્ટ્રની 50 ટકા બેઠક પર સીધી અસર
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 11 ઓક્ટોબરે જામકંડોરણામાં જંગી સભાને સંબોધશે. તેવામાં હવે સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો મોટાભાગે પાટીદાર અને કોળી સમાજનો રોલ ઘણો મહત્ત્વપૂર્ણ રહેલો છે. જેના થકી હવે જામકંડોરણાની સભા પાછળનો મુખ્ય હેતુ વડાપ્રધાનનો ચૂંટણી પહેલા લોકો સાથેનો સીધો સંપર્ક છે. તથા પાટીદારોના મતને આકર્ષી લીડ મેળવવા પર રહેશે. વળી આ સભા સ્થળની સરહદની વાત કરીએ તો એની આસપાસના વિસ્તારો પૈકી લેઉવા અને કડવા પાટીદાર એમ બંને સમાજના આસ્થાના કેન્દ્રો પણ નજીક આવેલા છે. જેથી જો અહીંથી વડાપ્રધાન સંબોધનમાં એવી કઈ ખાસ વાત કરશે જેનાથી લોકોમાં ફરીથી ભાજપ પ્રત્યે વિશ્વાસ વધુ ગાઢ બને એ જોવા જેવું રહેશે.
મોદીમય લહેર હવે સૌરાષ્ટ્રમાં પણ!
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા જેટલી પણ સભા સંબોધી અને ગુજરાત રાજ્યનો પ્રવાસ કર્યો છે. એના પછી એ વિસ્તારમાં મોદીમય લહેર પ્રસરી જવા પામી હતી. નોંધનીય છે કે 2017ની ચૂંટણી પર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાજપે પોતાની પકડ હજુ વધુ મજબૂત કરવાની જરૂર રહેલી છે. જેને જોતા હવે પાટીદારોને ભાજપ તરફી રાખવા જરૂરી બની ગયા છે. અત્યારસુધી માર્ચથી મે મહિના દરમિયાન ભાજપે 7થી વધુ કાર્યક્રમો પાટીદારોને આકર્ષવા માટે કર્યા છે. જેનાથી સ્પષ્ટ અંદેશો આવે છે કે વડાપ્રધાન મોદી આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત દાખવવા માટે સતત મહેનત કરી રહ્યા છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં રણનીતિ બદલાય તો ચૂંટણી પરિણામ પર સીધી અસર
ગત વિધાનસભા ચૂંટણી (2017)ની જ વાત કરી લો અહીં સૌરાષ્ટ્રમાં ભાજપને અંદાજે 45% જ બેઠકો પર જીત મળી હતી. જેને જોતા હવે પાટીદારોનું પ્રભુત્વ અહીં વધારે છે. જો આ દરમિયાન પાટીદારો ભાજપ પ્રત્યે વિશ્વાસ નહીં દાખવતા હોય તો ચૂંટણીનું પરિણામ બદલાઈ શકે એટલી તાકાત આ બેઠકો ધરાવે છે. જોકે વડાપ્રધાન મોદીનો ચહેરો તથા રણનીતિ ભાજપને ઘણી ફાયદો કરાવશે. PM મોદીનાં નામથી જ ભાજપને લાખો વોટ મળી જાય છે. જેથી વડાપ્રધાનની લોકપ્રિયતાને જોતા સૌરાષ્ટ્રને ફતેહ કરવા માટે તે અલગ પ્લાન સાથે મેદાનમાં ઉતરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT