PM Modi ને ગુજરાતના નેતાઓ પર નથી ભરોસો? જાણો કેમ મોદી જ ગુજરાતમાં સભા કરી રહ્યા છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં સભાઑ ગુંજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈ અનેક ટોચના નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાતમાં સતત પ્રચારને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સભ્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, મોદીને ગુજરાતના નેતાઓ પર ભરોસો નથી.

રોહન ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ કહ્યું કે, મોદી તને મારા પર ભરોસો નઇ કે, ભૂપેન્દ્ર પટેલ , અહીંયા લોકલ લીડર અને વિજય રૂપાણી આ બધા જ ખે છે કે મોદી તને મારા પર ભરોસો નહીં કે, ત્યારે મોદીએ કહ્યું  નહીં કે, હું જ સભા કરીશ. તમારા પર ભરોસો નથી. આ ભરોસાની સરકાર તેમનું સ્લોગન છે પરંતુ ગુજરાતની જનતાનો ભરોસો નથી એટલે પ્રધાનમંત્રીએ પૂરો દેશ મૂકીને અહી નાની સભાઓ કરવી પડે છે. મોરબી કાંડમાં ભાજપનો સાચો ચેરો સામે આવ્યો છે. આ સરકાર પર તમે ભરોસો નહીં કરી શકો.

આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીને લઈ રોહન ગુપ્તાએ કહ્યું કે કોણ મત કાપવાવાળી પાર્ટી છે અને કોણ લઈ આવ્યું છે તે ગુજરાતની જનતા સમજે છે. ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. જે તમારી આજુ બાજુની તસવીર બદલી સહકે તેમણે જ અધિકાર છે કે તેમને જ મત માંગવાનો અધિકાર છે અને તેમને જ અધિયાક્ર છે સરકાર બનાવવાનો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT