BJPએ નિયમ વિરુદ્ધ જઈ ટિકિટ આપી તે યોગેશ પટેલને PM મોદીએ બે વાર સ્ટેજ પર બોલાવીને શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે આવેલા PM મોદીએ ગઈકાલે વડોદરામાં જનસભાને સંબોધી હતી. જોકે આ દરમિયાન તેમની સાથે સ્ટેજ પર માંજલપુરથી સાતમી વખત ચૂંટણી લડનારા ઉમેદવાર યોગેશ પટેલ પણ દેખાયા હતા. PM મોદીએ સ્ટેજ પર જ યોગેશ પટેલને બે વખત બોલાવીને તેમની સાથે ગોષ્ઠી કરી હતી, જોકે બંને નેતાઓ વચ્ચેની હળવા અંદાજમાં વાતચીત બાદ PM મોદી ખડખડાટ હસવા લાગ્યા હતા.

યોગેશ પટેલને બોલાવીને PMએ શું કહ્યું?
PM મોદીએ યોગેશ પટેલને બોલાવીને પૂછ્યું હતું કે, બધું બરાબર છે ને? સારા મતથી જીતશો ને? જેના જવાબમાં યોગેશ પટેલે હા પાડી હતી. સાથે જ તેમણે શિવરાત્રીના તહેવારમાં વડોદરામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. શહેરના સુરસાગર તળાવમાં શિવજીની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સોનાનો ઢોળ ચડાવવાની કામગીરી ચાલી રહી છે. શિવરાત્રી પહેલા આ કામ પૂર્ણ કરીને શિવરાત્રીએ સમારોહ યોજાશે. આ માટે યોગેશ પટેલે PM મોદીને વડોદરા આવવા આમંત્રણ આપ્યું હતું, જેનો PMએ સ્વીકાર કર્યો હતો.

શિવરાત્રીએ PM આવશે વડોદરા
PMએ હળવા અંદાજમાં યોગેશ પટેલને સવાલ કર્યો હતો કે શિવજીની પ્રતિમા પર સોનું ચડી ગયું છે? યોગેશ પટેલે હા પાડતા PMએ કહ્યું, તો તો સિક્યોરિટી પણ રાખવી પડશે.ત્યારે યોગેશ પટેલે કહ્યું કે, સિક્યોરિટીની જરૂર નથી. શિવજીની પ્રતિમા પાણીની વચ્ચે 32 ફૂટ ઊંચે છે.

ADVERTISEMENT

ભાજપે નિયમ વિરુદ્ધ જઈ યોગેશ પટેલને ટિકિટ આપી
નોંધનીય છે કે, યોગેશ પટેલને માંજલપુરથી ભાજપે ટિકિટ રાખી છે. ભાજપ દ્વારા ચૂંટણીમાં 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિયમ બનાવાયો છે. જોકે યોગેશ પટેલે આ નિયમ વિરુદ્ધ જઈને ટિકિટ માગતા કોકડું ગૂંચવાયું હતું. ભાજપે 181 ઉમેદવારો જાહેર કરી દીધા બાદ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે યોગેશ પટેલના નામની જાહેરાત થઈ અને તેમણે માંજલપુરથી ચૂંટણી લડવા ફરી ઉમેદવારી નોંધાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT