Exclusive: કેવડિયા આવશે UN મહાસચિવ-PM મોદી, VVIP કાર્યક્રમમાં પહેલીવાર ચિનુક હેલિકોપ્ટર ઉપયોગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે 19થી 22 ઓક્ટોબર દરમિયાન એક બાદ એક વીવીઆઈપી કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ 19મીએ અને PM મોદી 20મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખા આવશે. વિદેશ મંત્રી (EAM) એસ.જયશંકર પણ આ LiFE (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરન્વમેન્ટ) પર્યાવરણીય કાર્યક્રમના લોકાર્પણમાં આવનારા છે. જેમાં ભારતનાં રાજદૂતો પણ ઉપસ્થિત રહેશે. ત્યારે તેમના આગમન પહેલા કેવડિયામાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. સયુંકત રાષ્ટ્ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, જેઓ તેમના કાર્યકાળ દરમિયાન તેમની બીજી મુલાકાત માટે 18-20 ઓક્ટોબર દરમિયાન ભારતમાં હશે. તેઓ LiFE ઇવેન્ટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

120 દેશના રાજદૂતો કેવડિયા આવશે
LiFE ઈવેન્ટ પહેલા, ભારતીય રાજદૂતો અને હાઈ કમિશનરો પણ વાર્ષિક હેડ ઓફ મિશન (HoM) કોન્ફરન્સ માટે કેવડિયામાં થાય તેવી શક્યતાઓ છે. 19-22 ઓક્ટોબરના રોજ કેવડિયા કોન્ફરન્સમાં ઓછામાં ઓછા વિદેશમાં સ્થાયી ભારતના 120 રાજદૂતો ભાગ લેશે. અને વિદેશ મંત્રી ડૉ. જયશંકર 17 ઓક્ટોબરથી ગુજરાતમાં આવી ગયા છે અને કેવડિયા જતા પહેલા ગાંધીનગરમાં આયોજિત ડિફેન્સ એક્સપોના ઉદ્ઘાટનમાં હાજરી આપશે.

વીવીઆઈપી કાર્યક્રમને પગલે કેવડિયામાં ચિનુક હેલિકોપ્ટર ઉતર્યા
ઉલ્લેખનીય કે કેવડિયા ખાતે ભારતના વિદેશમાં આવેલા 100થી વધુ રાજદૂતો આવનારા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં વી.વી.આઈ.પી ને લાવવામાં હોય તો તેઓને લાવવા માટે સૌથી ઝડપી અને વધુ સંખ્યામાં લોકોને લાવી શકે તેવા ઇન્ડિયન એરફોર્સના ચિનુક હેલિકોપ્ટરની મદદ લેવાઈ તેવી શક્યતાઓ છે. કારણકે ચિનુક હેલિકોપ્ટરનું ઉતરાણ કરાવી ઇન્ડિન એરફોર્સ દ્વારા અનેક વખત કેવડિયા હેલિપેડ પર રિહર્સલ કરાયું હતું. 3 દિવસ વીવીઆઈપી કાર્યક્રમને પગલે ટુરિસ્ટે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ જતા પહેલા ખાસ વિચારવું.

ADVERTISEMENT

ચિનુક હેલિકોપ્ટરની વિશેષતા
ચિનુક હેલિકોપ્ટરની જો વાત કરીએ વજન ઉઠાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને સાથે સાથે તેની સ્પીડ 310 કિલોમીટરની હોય છે અને દુનિયાના સૌથી ફાસ્ટ હેલિકોપ્ટર છે. ભારતીય વાયુસેનામાં તેનો ઉપયોગ થાય છે ખાસ કરીને જે દુર્ગમ વિસ્તારની અંદર કોઈ ઓપરેશન ચલાવવું હોય તેની અંદર ઉપયોગ થાય છે. લદાખ અને સિયાચીનમાં પણ તેનો ઉપયોગ થયો હતો. વાયુસેના માટે આ હેલિકોપ્ટ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારે વજન ઉતારવા માટે તેનો ઉપયોગ થાય છે. તેમાં બે રોટર હોય છે જેના કારણે તે ખૂબ જ ઝડપથી ઊડી શકે છે ખૂબ તાકાતવાર હેલિકોપ્ટર છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની જન્મ જ્યંતી 31 ઓક્ટોબરે આવી રહી છે. એવામાં સરદાર પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે 25-31 ઓક્ટોબર સુધી, સરકાર સ્વાસ્થ્ય અને પર્યાવરણના મુદ્દાઓને પણ ઉજાગર કરવા માટે દેશના તમામ 750 જિલ્લાઓમાં “યુનિટી માર્ચ શરૂ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT