જ્યોતથી જ્યોત પ્રજ્વલિત કરવાની અનોખી પ્રથા, શ્રદ્ધાળુઓ 900 KM પગપાળા મા અંબાના મંદિરે પહોંચ્યા
ભાર્ગવી જોશી, જુનાગઢઃ ગુજરાતીઓમાં નવરાત્રીની ઉજવણીનો તહેવાર જોરશોરથી ઉજવવામાં આવે છે. તેવામાં તહેવારના પ્રારંભ થાય એની પહેલા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં જ્યોતથી…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જુનાગઢઃ ગુજરાતીઓમાં નવરાત્રીની ઉજવણીનો તહેવાર જોરશોરથી ઉજવવામાં આવે છે. તેવામાં તહેવારના પ્રારંભ થાય એની પહેલા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં જ્યોતથી જ્યોત પ્રજ્વલીત કરવા માટે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ 900 કિલોમીટર પગપાળા ચાલીને ગિરનાર અંબાજી માતાના મંદિરે પહોંચ્યા છે. ત્યારપછી અહીં તેમણે 9,999 સીઢી ચઢીને અંબા માતાના દર્શન કર્યા હતા.
મંદિરની અખંડ જ્યોતથી જ્યોત પ્રગટાવવાની અનોખી શ્રદ્ધા
જૂનાગઢ ગિરીવર ગિરનારની ટોચ પર જગતજનની મા અંબાનું મંદિર આવ્યું છે. જ્યાંની અખંડ જ્યોતના દર્શન કરવાની અનોખી પ્રથા છે. તેવામાં મહારાષ્ટ્રથી 900 કિલોમીટર પગપાળા આવીને શ્રદ્ધાળુઓએ અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. એટલું જ નહીં તેમણે આ જ્યોતથી જ્યોત પ્રગટાવીને પોતાના ગામે લઈ જવાનું પણ નક્કી કર્યું છે. તેવામાં 3300 ફૂટની ઉંચાઈ પર સ્થિત માતા અંબાના મંદિરની જ્યોત લઈને યુવાનોએ આસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નવરાત્રી પંડાલમાં જ્યોત પ્રજ્વલિત કરાશે
મહારાષ્ટ્રથી પગપાળા આવેલા યુવકો માતા અંબાના મંદિરથી અખંડ જ્યોતનો પ્રકાશ લઈ આવ્યા છે. તેઓ હવે આ જ્યોતથી દીવો પ્રગટાવી માતાનાં દર્શનાર્થે રોકાયા હતા. નોંધનીય છે કે આ દરમિયાન અંબા માતાનાં ભક્તો જ્યોતથી જ્યોત પ્રગટાવી પોતાના વતન મહારાષ્ટ્ર જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ તનસુખગીરી બાપુની આજ્ઞાથી આ પદયાત્રામાં નીકળ્યા હતા.
ADVERTISEMENT