IPL 2023 PBKS vs GT: બંન્ને ટીમો જીતના ટ્રેક પર ચડવા કરશે જોર, હાઇસ્કોરિંગ મેચમાં થઈ શકે છગ્ગા-ચોગ્ગાનો વરસાદ
મોહાલી : જ્યારે જીતની હેટ્રિકનું સપનું પૂરું થવા જઇ રહ્યું હોય ત્યારે અચાનક કોઈ આવીને સપનું ચકનાચુર કરી દે ત્યારે ટીમનું મોરાલ ડાઉન થઇ જતું…
ADVERTISEMENT
મોહાલી : જ્યારે જીતની હેટ્રિકનું સપનું પૂરું થવા જઇ રહ્યું હોય ત્યારે અચાનક કોઈ આવીને સપનું ચકનાચુર કરી દે ત્યારે ટીમનું મોરાલ ડાઉન થઇ જતું હોય છે. ગત્ત મેચમાં KKRના રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સને આવો જ આંચકો આપ્યો હતો. બેક ટૂ બેક સિક્સર ફટકારી તેણે ગુજરાત ટાઈટન્સની ટીમને આઘાતજનક સ્થિતિમાં મુકી દીધી હતી. જેના કારણે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ પણ આ સ્ફોટક બેટ્સમેનની બેટિંગ જોઇને હક્કાબક્કા થઇ ગયા હતા. જે ખતરાનો અંદાજ જ નહોતો તેવો ખતરો આવી પડ્યો હતો. જો કે ગુજરાત ટાઇટન્સે આમાંથી બહાર આવવા માટેનું સંપુર્ણ તૈયારી કરી લીધી છે. તે માટેની એક વ્યુહ રચના પણ ઘડી કાઢી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ સામે પડકાર છે કે, ગુજરાતની વિનિંગ સ્ટ્રિકને કેવી રીતે રોકવી? શું ગબ્બર એટલે કે તેનો કેપ્ટન શિખર ધવન ગત મેચની જેમ એકલા હાથે લડશે કે પછી આખી પંજાબની ટીમે કોઇ પ્લાન ઘડી કાઢ્યો છે. સમગ્ર ટીમ શાનદાર કમબેક કરશે. મોહાલીમાં આઈપીએલ 2023ની 18મી મેચ આના સંદર્ભે ખુબ જ રસપ્રદ રહેશે.
ગુજરાત હારના આઘાતથી બહાર આવવા તૈયાર?
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023માં આ પહેલી મેચ છે જે મોહાલીમાં રમાવા જઇ રહી છે. તેવા સમયે આ સિઝનમાં બંને ટીમોની આ ચોથી મેચ હશે. અગાઉ અલગ અલગ ટીમ સામે રમાયેલી 3-3 મેચોમાં બંને ટીમોએ 2-2 મેચ જીતી ચુકી છે. જ્યારે 1-1 મેચમાં પરાજિત પણ થઇ છે. આ દરમિયાન મોટી વાત છે કે, છેલ્લી મેચ હાર્યા બાદ બંને ટીમો જીતના ટ્રેક પર પરત ફરવા માટે પોતાની તમામ શક્તિ સાથે આજે મેદાનમાં ઉતરશે. ગત મેચમાં KKR એ ગુજરાત ટાઇટન્સને શોકિંગ અપસેટ સર્જી હરાવી દીધું હતું. જેનો કોઇ અદાજો જ નહોતો તેવી ટીમ અને ખેલાડીએ ગુજરાતને પછાડી દીધું હતું. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને પણ પછડાટ આપ્યો હતો.
પંજાબ પાસે હોમ ગ્રાઉન્ડનું એડવાન્ટેજ
પંજાબની સમસ્યા એ છે કે તેના બેટિંગ ઓર્ડરમાં હાલ તમામ ખેલાડીઓ આઉટઓફ ફોર્મ છે. તમામ ખેલાડીઓ શિખર ધવન પર આશ્રિત હોય તેવું લાગી રહ્યુ છે. ગત મેચમાં 143માંથી 99 રન તો માત્ર કેપ્ટન શિખર ધવને ફટકાર્યા હતા. તેમ છતા પણ તેની જીતની શક્યતા વધારે એ માટે છે કારણ કે આજની મેચ પજાબના હોમ ગ્રાઉન્ડમાં રમાવા જઇ રહી છે. અત્યાર સુધીમાં મોહાલીમાં રમાયેલી 56 આઈપીએલ મેચોમાં પંજાબ કિંગ્સને 30 મેચ જીતી છે. જ્યારે 26 માં હારી છે. જો કે પ્રમાણમાં પંજાબનું પ્રદર્શન અહીં સારુ રહ્યું છે.
ADVERTISEMENT
મોહાલી સ્ટેડીયમને જોતા મેચ ખુબ જ હાઇસ્કોરિંગ રહેશે
મોહાલીના સ્ટેડિયમની કંડિશન પ્રમાણે ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ હાઈ સ્કોરિંગ મેચ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી ટીમોએ T20 ક્રિકેટમાં કુલ 11 વખત 200 રનનો આંકડો પાર આ મેદાન પર થયો છે. તે જ સમયે પંજાબ કિંગ્સ પણ પરિસ્થિતિ અનુસાર બે ખેલાડીઓ નવા ઉતારી શકે છે. જો કે નિષ્ણાંતોના અનુસાર પંજાબે પોતાના પ્લેઇંગ ઇલેવન નહી પરંતુ પોતાના મેચ અંગેના અભિગમમાં અને ખેલાડીઓના અભિગમમાં ફેરફાર કરવાની જરૂર છે. ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાના સ્થાને મેચમાં પોતાનો અપ્રોચ બદલવાની જરૂર છે. ટોપ ઓર્ડર પર આધાર રાખવા સિવાય ટીમના મિડલ ઓર્ડરે જવાબદારી સમજવી પડશે.
ADVERTISEMENT