ટિકિટ માગવા અંગે પાટિલે કરી ટકોર, કહ્યું ટોળાં લઈને ગાંધીનગર ન આવતા
હેતાલી શાહ, આણંદ: આણંદ ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના નવા કાર્યાલયનો…
ADVERTISEMENT
હેતાલી શાહ, આણંદ: આણંદ ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના નવા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સી આર પટેલ દ્વારા પેજ સમિતિ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આણંદ જિલ્લામાં યોજાયેલ પેજ સમિતિ સંમેલનમાં ઉપસ્થિત સી આર પાટીલે ટિકિટ માંગવા અંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટિલે આગેવાનોને ટકોર કરતાં કહ્યું કે ટોળાં લઈને ગાંધીનગર આવવાનો પ્રયત્ન ન કરતાં
ગાંધીનગર ટોળાં લઈને આવવાનો પ્રયત્ન ના કરતાં
આજે આણંદ જિલ્લામાં પેજ સમિતિની મિટિંગ યોજાઇ હતી. આ દરમિયાન તેમણે દાવેદારોને ટકોર કરતાં કહ્યું કે, ટિકિટ માંગો, તમે રજૂઆત કરો, નિરીક્ષક આવે ત્યાં પણ રજૂઆત કરો પણ ગાંધીનગર ટોળાં લઈને આવવાનો પ્રયત્ન ના કરતાં તેમના કારણે સંગઠનને નુકશાન થાય છે. ટોળાં લઈ ને આવવાથી સંગઠનમાં ગ્રુપ પડે છે. આ ગ્રુપીઝમને ગુજરાત ભાજપમાં કોઈ અવકાશ નથી. આપડે કોઈ ગ્રુપના બને તેની ચિંતા આપડે બધાએ કરવાની છે. અહી તમારે રજૂઆત કરવાની છે. તમારી રજૂઆતને ઉપર સુધી પહોંચાડવાની અમે તમને ખાતરી આપીએ છીએ તમે અમને જિતાડવાની ખાતરી આપો.
10 દિવસ વહેલા ચૂંટણી યોજાશે?
આણંદ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ હતો. જેમાં સી.આર પાટીલે આગામી 2022ને વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંતમાં ચૂંટણી પૂરી થઈ જાય એવું મારું માનવું છે. આ વખતે દસ દિવસ ચૂંટણી વહેલી આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. મને ચૂંટણી તારીખ જાહેર કરવાની કોઈ સત્તા નથી. આ તો મારું માનવું છે. હમણાં મીડિયા વાળા બ્રેકિંગ ન્યુઝ બનાવી દેશે કે ભાજપ અધ્યક્ષ છે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.
ADVERTISEMENT
ADVERTISEMENT