ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પાટીદાર મતદારો કઈ પાર્ટી સાથે? સર્વેમાં થયો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections) લઈને હાલમાં જ ABP C-વોટરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 131થી 147 વચ્ચે બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસને 32થી 48 જ્યારે આમ આદમી પાર્ટીને 3થી 5 જેટલી જ બેઠકો મળતી હોવાનું કહેવાયું હતું. ગુજરાતની ચૂંટણીમાં હંમેશા જ્ઞાતિનું પરિબળ સૌથી મોટું ફેક્ટર રહ્યું છે. હંમેશા રાજકીય પાર્ટીઓ સમાજને પોતાના તરફ કરવા પ્રયાસ કરતી હોય છે, જેને તે મતમાં ફેરવી શકે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ પાટીદાર ફેક્ટર સૌથી મોટું રહેશે.

લેઉઆ પાટીદારોને મિજાજ કઈ પાર્ટી તરફ?
ABP ન્યૂઝ અને C-વોટરના સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ ચૂંટણીમાં પાટોદારો કોની સાથે રહેશે. જેમાં ભાજપ તરફ પાટીદારોનું વલણ હોવાનું સામે આવી રહ્યું છે. સર્વે મુજબ, 51 ટકા લેઉઆ પાટીદાર ભાજપ સાથે, 30 ટકા કોંગ્રેસ સાથે, 15 ટકા આપ સાથે અને 4 ટકા પાટીદારો અન્ય સાથે છે.

કડવા પાટીદારોનું વલણ કઈ પાર્ટી તરફ?
આવી જ રીતે કડવા પાટીદારોની વાત કરીએ તો 49 ટકા ભાજપની સાથે, 34 ટકા કોંગ્રેસની સાથે, 14 ટકા આમ આદમી પાર્ટીની સાથે તથા 3 ટકા પાટીદાર મતદારો અન્ય સાથે છે. સર્વેના આ પરિણામ મુજબ ચૂંટણીમાં પાટીદારો ભાજપની સાથે હોવાનું સ્પષ્ટ કહેવાઈ રહ્યું છે. જોકે હવે ખરેખરમાં પાટીદારોનો મિજાજ કઈ બાજુ છે તે તો ચૂંટણીના મતદાન પછી જ જાણી શકાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT