પરેશ ધાનાણીએ એક્ટિવા પર જઈ ઉમેદવારી નોંધાવી, મહાદેવની ખાસ પૂજા કરી; જાણો બેઠકનું ગણિત
અમરેલીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના…
ADVERTISEMENT
અમરેલીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અહીં ખાસ પૂજન અર્ચન કર્યા હતા. નોંધનીય છે કે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ઘણા દિગ્ગજો પોતાનું નામાંકન કરાવવા પહોંચી રહ્યા છે.
પરેશ ધાનાણીનો ગઢ છે અમરેલી..
અમરેલીમાં કોંગ્રેસમાંથી સતત 2 ટર્મથી પરેશ ધાનાણી ચૂંટાતા આવ્યા છે. આ વખતે જોકે ગુજરાતની જનતાનો મિજાજ કઈક અલગ હોય એમ લાગી રહ્યું છે. ત્યારે પરેશ ધાનાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ટર્મની ચૂંટણીમાં પણ તેઓ વિજયી થશે. જોકે આ દરમિયાન પરેશ ધાનાણી તેમના પત્ની સાથે નાગનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફૂલોનો અભિષેક કરી ખાસ પૂજન અર્ચન કર્યું હતું.
ADVERTISEMENT
ભાજપના ઉમેદવાર સામે જામશે ટક્કર..
અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે પરેશ ધાનાણીની પહેલીવાર ટક્કર થવા જઈ રહી છે. ત્યારે હવે સતત બે ટર્મથી ભાજપ આ બેઠકને જીતવા મથામણ કરી રહ્યું છે. ત્યારે કૌશિક વેકરિયાની એન્ટ્રી પાર્ટીને કેટલી ફળશે એ જોવાજેવું રહ્યું. વળી પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા પરસોત્તમ રૂપાલા, દીલીપ સાંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજીત કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
2017નું ગણિત…
અમરેલી જિલ્લાની અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. અમરેલી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં કોંગ્રેસને અને 2017માં પણ કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવ્યા હતા. અમરેલી વિધાનસભાની બેઠકમાં કુલ 2,83,739 મતદાર છે જેમાં 1,45,810 પુરુષ મતદારો છે જયારે 1,37,925 સ્ત્રી મતદારો છે. અન્ય 4 મતદારો છે. અમરેલી વિધાનસભાની બેઠકમાં અમરેલી અને કુંકાવાવ- વાડિયા આમ બે તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં આ બેઠક પર 62.15% મતદાન થયું હતુ. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કુલ મતદાનના 51.25 % એટલેકે 87032 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડને 44.17% એટલેકે 75003 મત મળ્યા હતા. આમ પરેશ ધાનાણી વિજેતા થયા હતા.
ADVERTISEMENT
શું છે રાજકીય સમીકરણ
આ બેઠક 1991થી ભાજપનો ગઢ છે. આ બેઠક પર ભાજપના દિલીપ સંઘાણી ચાર વખત જીત્યા છે.2017માં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતા બાવકું ઉંધાડને હરાવ્યા હતા. આ બેઠકમાંથી પરેશ ધાનાણીનો વિજય થયો હતો. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મહત્તમ બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યાર બાદ તેને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં સમીકરણો બદલાયા છે. આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.
With Inputs: હિરેન રવિયા
ADVERTISEMENT