ગુજરાતના રાજકારણમાં પાકિસ્તાનની એન્ટ્રી, જાણો શું ઈચ્છે છે પાડોશી દેશ
શક્તિસિંહ રાજપૂત, અંબાજી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતના રાજકારણમાં દરરોજ નવ નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતના રાજકારણમાં અનેક મુદ્દાઓ જોડી…
ADVERTISEMENT
શક્તિસિંહ રાજપૂત, અંબાજી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતના રાજકારણમાં દરરોજ નવ નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ગુજરાતના રાજકારણમાં અનેક મુદ્દાઓ જોડી દેવામાં આવે છે કેન્દ્રીય મંત્રી નું અંબાજી ખાતે પાકિસ્તાનને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. કૃષિ મંત્રી કૈલાસ ચૌધરી અંબાજી ખાતે નિવેદન આપતા કહ્યું કે, પાકિસ્તાની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને.
અંબાજી ખાતે કાર્યકર્તાઓને સંબોધતી વખતે કેન્દ્રીય રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૈલાસ ચૌધરીનું અંબાજી ખાતે પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતની ચૂંટણી આ વખતની વિશેષ ચૂંટણી છે. પાકિસ્તાની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને. પાકિસ્તાન એવું ઈચ્છે છે કે ગુજરાતમા કોંગ્રેસની સરકાર બને.
દાંતા બેઠક જીતવા રણનીતિ
દાંતા વિધાનસભા સીટ પર છેલ્લા ઘણાં વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે. આ વખતે ભાજપ દ્વારા દાંતા વિધાનસભા સીટ જીતવા માટે પુરી તાકાત લગાવવામાં આવી છે. આદિવાસી બહુમતી ધરાવતો તાલુકો છે. આ બેઠક માટે ભાજપ દ્વારા આ વખતે લાધુભાઈ પારગીને ટિકિટ આપવામાં આવી છે. થોડા સમય અગાઉ ભાજપના દાંતા વિધાનસભા સીટના ઉમેદવાર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને અમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવું નહીં ,તેવું નિવેદન આપ્યું હતું. ભાજપ દ્વારા દાંતા વિધાનસભા સીટ જીતવા માટે આ વખતે અલગ રણનીતિ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT