Isudan Gadhvi એ પોતાના પાકિસ્તાન કનેક્શન અંગે જાણો શું કહ્યું, BJP પર કર્યા પ્રહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ તેમના 108 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એક બાદ એક સભાઓ ગજવવા લાગી છે. આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો એક પણ મોકો નથી મુક્તિ. ત્યારે ઇસુદાન ગઢવીએ આજે ધંધુકા અને ધોળકામાં સભાનું આયોજન કર્યું હતું.તેમાં મફત વીજળી આપવા પર ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે,તમે અત્યાર સુધી જેટલા કૌભાંડો કર્યા એ અમે બંધ કરાવીશું અને એ કૌભાંડોના બચેલા પૈસાના ફક્ત પાંચ ટકા રૂપિયાથી જ પાંચ વર્ષ સુધી વીજળી મફત થઈ જશે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણી આવતા મારુ નામ પાકિસ્તાન સાથે જોડવામાં આવશે.

ઈસુદાન ગઢવીએ ધંધુકા અને ધોળકામાં આયોજિત જનસભાઓ ગજાવી જનસભામાં આવેલ લોકોને સંબોધતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 1 માર્ચથી ગુજરાતમાં વીજળીના બિલ શૂન્ય આવવા લાગશે. આજે પંજાબમાં 50 લાખથી વધુ ઘરોમાં વીજળીના બિલ શૂન્ય આવી રહ્યા છે. દિલ્હીમાં પણ 73 ટકા ઘરોમાં વીજળી બિલ જીરો આવે છે.ભાજપના લોકો પૂછે છે કે વીજળી મફતમાં કઈ રીતે આપશો? તો હું એમને એટલું જ કહેવા માંગીશ કે તમે અત્યાર સુધી જેટલા કૌભાંડો કર્યા એ અમે બંધ કરાવીશું અને એ કૌભાંડોના બચેલા પૈસાના ફક્ત પાંચ ટકા રૂપિયાથી જ પાંચ વર્ષ સુધી વીજળી મફત થઈ જશે.

ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કરો આ પ્લાન
ગુજરાતમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવશે. ભ્રષ્ટાચારના નિવારણ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. જો કોઈ અધિકારી એક પણ રૂપિયો માંગે તો એનો વિડીયો રેકોર્ડ કરીને એ નંબર પર મોકલી દેજો. પછી એ ભ્રષ્ટ અધિકારીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરશે.

ADVERTISEMENT

ઉદ્યોગપતિઓ આપને રોકવા માંગે છે
મને ખબર છે કે ગુજરાતમાં વેપારીઓ અને ગામના આગેવાનોને ડરાવવામાં આવે છે. ઘણા લોકો એમને કહ્યું છે કે અંદરખાને તેઓ આમ આદમી પાર્ટીની સાથે છે. તેઓ ખુલીને સમર્થન નથી કરતા પરંતુ તેઓ સાથ આમ આદમી પાર્ટીને જ આપશે. લોકોએ જણાવ્યું કે ખોટા કેસો અને જૂની ફાઈલો ખોલવાની ધમકી આપીને લોકોને ડરાવવામાં આવે છે. આવો ભયનો માહોલ ગુજરાતમાંથી ખતમ કરવામાં આવશે પણ એના માટે લોકોએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરવી પડશે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ કોંગ્રેસ બંને મહેનત કરી રહ્યા છે. સાથે સાથે મેં એ પણ સાંભળ્યું છે કે છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ હજારો કરોડ રૂપિયા ખર્ચ કરીને આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે.

મારુ નામ પાકિસ્તાન સાથે જોડાશે
આજે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે ભાજપે હજારો લોકોને whatsappના ખોટા મેસેજ ફોરવર્ડ કરવા માટે કામે લગાડી દીધા છે. મને તો લાગે છે કે ચૂંટણી નજીક આવશે ત્યારે આ લોકો મારું નામ પાકિસ્તાન સાથે પણ જોડી દેશે. પણ આ વખતે કોઈએ આવા ખોટા મેસેજોમાં ભરમાવાનું નથી. આ વખતે ચૂંટણીમાં કોઈપણ જાતિ ધર્મના આગેવાનોનું ના ચાલવું જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT