ગુજરાતમાં નાગરિકતા આપવાના નિર્ણય અંગે ઓવૈસીએ કર્યા મોદી સરકાર પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

asaduddin owaisi
asaduddin owaisi
social share
google news

અમદાવાદ:ગુજરાત ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ, ગૃહ મંત્રાલયે ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગેની સત્તા જિલ્લા અધિકારીને આપવામાં આવી છે. જો કે મહત્વનું એ છે કે આ નિર્ણય સરકારે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) હેઠળ નથી લીધો. આ અંગે ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે,ધાર્મિક આધાર પર નાગરિકતા આપવી એ ગેરબંધારણીય છે અને ભાજપની ચૂંટણી પૂર્વેની રણનીતિ બની ગઈ છે.

ભાજપની રણનીતિ બની ગઈ છે
ગુજરાતમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય અંગે ઓવૈસીએ કહ્યું કે, મોદી સરકારે તાજેતરમાં ગુજરાતના 2 જિલ્લા કલેક્ટરને 3 પડોશી દેશોના 6 ધર્મના લોકોને નાગરિકતા આપવા માટે સત્તા આપી છે. ધાર્મિક આધાર પર નાગરિકતા આપવી એ ગેરબંધારણીય છે અને ભાજપની ચૂંટણી પૂર્વેની રણનીતિ બની ગઈ છે.

ADVERTISEMENT

6 નવેમ્બરે ઓવૈસી આવશે ગુજરાત
ગુઆજરાત્મા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે AIMIM એ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ સંદર્ભે 6 નવેમ્બરે ઓવૈસી ગુજરાત આવશે અને અમદાવાદના મિર્ઝાપુરના કુરેશ ચોકમાં સાંજના 7 કલાકે સભા ગજવશે

    follow whatsapp

    ADVERTISEMENT