ICC ODI ટીમમાં માત્ર બે ભારતીયને મળ્યું સ્થાન, જાણો કોને સોંપવામાં આવ્યું સુકાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2022 માટે ODI ટીમ ઓફ ધ યર પસંદ કરી છે. ICCની આ 11 સભ્યોની ટીમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને સ્થાન મળ્યું નથી. ICCએ પોતાની ટીમની કપ્તાની પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને સોંપી છે. જ્યારે ICC મહિલા વનડે ટીમ ઓફ ધ યરમાં ભારતીય ટીમના ત્રણ પ્લેયરને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કેપ્ટનશિપ ભારતની હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે. 

ICCની આ ODI ટીમમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ખેલાડી છે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ. આ ટીમમાં ન્યૂઝીલેન્ડના ટોમ લાથમને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે. જે ભારતીય શ્રેણીમાં કેપ્ટનશિપ પણ સંભાળી રહ્યો છે.

ICC મેન વનડે ટીમ ઓફ ધ યર
1. બાબર આઝમ (કેપ્ટન), પાકિસ્તાન
2. ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા
3. શાઈ હોપ – વેસ્ટ ઈન્ડિઝ
4. શ્રેયસ અય્યર – ભારત
5. ટોમ લાથમ (વિકેટકીપર) – ન્યુઝીલેન્ડ
6. સિકંદર રઝા – ઝિમ્બાબ્વે
7. મેહદી હસન મિરાજ – બાંગ્લાદેશ
8. અલઝારી જોસેફ – વેસ્ટ ઈન્ડિઝ
9. મોહમ્મદ સિરાજ – ભારત
10. ટ્રેન્ટ બોલ્ટ – ન્યુઝીલેન્ડ
11. એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયા

ADVERTISEMENT

અય્યરનું પર્ફોમન્સ 
શ્રેયસ અય્યર માટે છેલ્લું વર્ષ એટલે કે 2022 શાનદાર રહ્યું. તે ભારતીય ટીમ માટે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે 17 મેચમાં 724 રન બનાવ્યા હતા. પરંતુ આ નવા વર્ષની 2023ની શરૂઆત તેના માટે સારી રહી નથી. અય્યરે આ વર્ષે ત્રણ મેચ રમી છે. શ્રેયસે શ્રીલંકા સામેની ODI સીરિઝની ત્રણેય મેચોમાં 28, 28 અને 38 રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ અય્યરે બે ટેસ્ટ મેચ રમી હતી. બંને મેચમાં ફિફ્ટી ફટકારી હતી. એટલે કે શ્રેયસ અય્યર 2022ની જેમ આ વર્ષે  પોતાની  પોતાનું પર્ફોમન્સ બતાવી શક્યો નથી. શ્રેયસ પીઠની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી બહાર છે.

સિરાજનું પર્ફોમન્સ 
ફાસ્ટ બોલર સિરાજે 15 મેચ રમી અને 24 વિકેટ લીધી. તેણે 4.62ના ઇકોનોમી રેટ અને 23.50ની એવરેજથી આટલી વિકેટો લીધી. 3/29 આ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ હતી.

ADVERTISEMENT

ICC મહિલા વનડે ટીમ ઓફ ધ યર
1. એલિસા હીલી (વિકેટકીપર), ઓસ્ટ્રેલિયા.
2. સ્મૃતિ મંધાના (ભારત)
3. લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા)
4. નેટ સાયવર (ઇંગ્લેન્ડ)
5. બેથ મૂની (ઓસ્ટ્રેલિયા)
6. હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારત
7. એમેલિયા કેર (ન્યુઝીલેન્ડ)
8. સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ)
9. આયાબોંગા ખાકા (દક્ષિણ આફ્રિકા)
10. રેણુકા સિંઘ (ભારત)
11. શબનીમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT