ફરી એકવાર અમરેલીની ધરા ધ્રુજી, એક સાથે બે ભૂકંપના આંચકા અનુભવાયા
હિરેન રવૈયા, અમરેલી: અમરેલી જિલ્લાના મીતીયાળામાં પહેલા રાની પશુઓથી લોકો પરેશાન હતા. આરામની નિંદર લોકો કરી શકતા ન હતા ત્યારે હવે પોતના ઘરે પણ નથી…
ADVERTISEMENT
હિરેન રવૈયા, અમરેલી: અમરેલી જિલ્લાના મીતીયાળામાં પહેલા રાની પશુઓથી લોકો પરેશાન હતા. આરામની નિંદર લોકો કરી શકતા ન હતા ત્યારે હવે પોતના ઘરે પણ નથી રહી શકતા. ભૂકંપના અયાકાઓએ લોકોને ઘર બહાર લેવા મજબૂર કર્યા છે. ત્યારે સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. મીતીયાળામાં 40 મિનિટમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાયા છે.
સાંવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરીથી ધરતીકંપ આવ્યો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં વધુ એક વખત ભુકંપ આવતા ફફડાટ વ્યાપ્યો છે. માત્ર 40 મિનિટમાં બે ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આજે સવારે 10.40 અને 11.18 મિનિટ આસપાસ ભુકંપના બે આંચકા અનુભવાયા છે. છેલ્લા દોઢ માસમાં અનેક વખત આંચકા અનુભવતા મીતીયાળાના ગ્રામજનો ભયના ઓથ હેઠળ રહેવા મજબૂર થયા છે.
ગાંધીનગરની ટીમ અમરેલી પહોંચી હતી
એક સપ્તાહ પહેલા ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ સાથે મિતિયાળા ગામે આવ્યા હતા. મિતિયાળા વાસીઓ સાથે તેમણે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના નાના આંચકાઓ આવે છે. ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપના આંચકાઓ કચ્છમાં આવે છે તે ઝોન 1 માં આવે છે. બીજા ઝોનમાં રાજકોટ જામનગર જેવા મહાનગરો આવે છે.
ADVERTISEMENT
લોકોને કરી હતી આ અપીલ
જ્યારે અમરેલી જિલ્લો ઝોન 3 માં આવતો હોવાનું ગાંધીનગર સિસમોલોજી સેન્ટના સાયન્ટીસ્ટ ડો. શિવમ જોશી અને ડો.વિનય દ્વિવેદીએ મિતિયાળા વાસીઓને જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, નાના નાના ભૂકંપના આંચકાઓથી ગભરાવાની જરૂર નથી. રાજ્યભરમાં સિસમોલોજી સેન્ટર માટે 152 જેટલા મશીનો આખા ગુજરાતમાં મુકવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવા સાથે સમજાવટ કરી હતી કે, ભૂકંપથી ડરવાની જરૂર નથી.
ADVERTISEMENT