લગ્ન પ્રસંગે તસ્કરોનો તરખાટ, ગાડીનો કાચ તોડી દાગીના ચોર્યા; એક જ સ્થળે સતત બીજી ઘટના..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં લગ્ન પ્રસંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે ચોરીની ઘટનાઓ પણ વધારે પ્રમાણમાં સામે આવી રહી છે. મોડાસમાં પાર્ટીપ્લોટ બહાર ગાડીનો કાચ તોડી અંદર રાખેલી વસ્તુઓની ચોરીનો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ આ પાર્ટી પ્લોટમાં ચોરી થઈ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. જોકે આ દરમિયાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ગાડીનો કાચ તોડ્યો અને…
મોડાસાના કુમકુમ પાર્ટીપ્લોટ બહાર ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ઈસમો ગાડીનો કાચ તોડીને અંદર રાખેલા દાગીના તથા કપડાને ચોરી ગયા છે. નોંધનીય છે કે લગ્ન પ્રસંગ હોવાથી અહીં અવાર નવાર મહેમાનો આવતા રહે છે. તેવામાં આનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે.

પોલીસે તપાસ આદરી..
નોંધનીય છે કે ગાડીનો કાચ તોડી દાગીના અને કપડા ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે 2-3 દિવસમાં બીજીવાર કુમકુમ પાર્ટી પ્લોટમાંથી ચોરી થતા ચર્ચાઓ થવા લાગી છે. એટલું જ નહીં આ ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને પણ કરી દેવામાં આવી છે. તેઓ હવે તમામ ઘટનાક્રમને સમજી આગળ તપાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT