VIDEO: લાકડી લઈને મારવા આવેલા વૃદ્ધ પર આખલો ભડક્યો, એવા ફંગોળ્યા કે મોતને ભેટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેવામાં સોસાયટીમાં આવેલા ઢોરને લાડકી લઈને એક તેને વૃદ્ધ મારવા નીકળ્યા હતા. જોકે તેમને આવતા જોઈને રખડતો ઢોર રોષે ભરાયો હતો અને કાકાની પાછળ દોડ્યો હતો. નોંધનીય છે કે આ દરમિયાન આખલાએ 4 ફૂટ સુધી વૃદ્ધ કાકાને ફંગોળ્યા હતા. જેના પરિણામે તેમની ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 3 દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ ઘટના બની એનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખલાએ તેમને શિંગડે ચઢાવ્યા હતા.

જુઓ વાઈરલ વીડિયો..

ADVERTISEMENT


ગોંડલની સોસાયટીમાં બની ઘટના
30 સેકન્ડથી ઓછા સમયમાં વૃદ્ધ કાકાનો રખડતા ઢોરે જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલના દરબારગઢમાં યુનિવર્સિટી રોડ પાસે જલારામ-3માં આ ઘટના બની હતી. જેમાં એક રખડતા ઢોરને મારવા માટે વૃદ્ધ કાકા લાકડી લઈને બહાર આવ્યા હતા. જોકે ઢોર આનાથી રોષે ભરાયો અને કાકાની પાછળ પડી તેમને શિંગડે ચડાવ્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

વૃદ્ધને 4 ફૂટ ઉપર ઉછાળ્યા, સારવાર દરમિયાન મોત
રખડતો ઢોર એટલો રોષે ભરાયો હતો કે તેણે કાકાને શિંગડાથી એવા ઉછાળ્યા કે વૃદ્ધ 4 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા. આ દરમિયાન માત્ર 30 સેકન્ડમાં તો વૃદ્ધ કાકા જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા થઈ ગયા હતા. આ ગંભીર ઘટનાને જોતા આસપાસના લોકોએ બૂમો પાડી અને કાકાને બચાવવા અપીલ કરી હતી. ત્યારપછી એક સ્થાનિક તેમની પાસે આવ્યો પરંતુ આ સમયે વૃદ્ધ કાકા બેભાન થઈ ગયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે તેમને સારવાર માટે રાજકોટમાં ખસેડાયા હતા, જ્યાં લગભગ 3 દિવસની સારવાર પછી તેમનું મૃત્યુ થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT