સુરતમાં NRI યુવક સંબંધીની સામે જ સાતમા માળેથી કૂદ્યો, પાંચ દિવસ પહેલા જ પુણેથી આવ્યો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં નવા વર્ષમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સીટી લાઈટ વિસ્તારમાં NRI યુવકે સાતમા માળેથી કૂદીને જીવન ટૂંકાવી દીધું છે. દીપેશ પંજાબી નામનો આ યુવક પાંચ દિવસ પહેલા જ પુણેથી સુરત આવ્યો હતો. સોમવારે ઉલટી થતી હોવાનું કહીને બાલ્કનીમાં ઊભો હતો અને ત્યાંથી સંબંધીની સામે જ તેણે મોતની છલાંગ લગાવી દીધી.

આ પણ વાંચો: ચરોતરમાં પ્રતિ કિલો રિંગણના 1 રૂપિયો મળતા ખેડૂતો નારાજ, પાક ગાયોને ખવડાવવા લાચાર

કાકાના ઘરે આવ્યો હતો યુવક
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલા આર્જન એપાર્ટમેન્ટમાં દીપેશ પંજાબી નામનો NRI યુવક હાલમાં જ પુણેથી સુરત પોતાના કાકાના ઘરે આવ્યો હતો. સોમવારે બપોરના સમયે પરિવારના સભ્યો દીપેશને જમવા માટે કહી રહ્યા હતા. જોકે આ દરમિયાન તે ઉલટી થઈ રહી હોવાનું કહીને ગેલેરી પાસે ગયો હતો અને અહીંથી જ પરિવારના સભ્યોની સામે ગેલેરી પર ચઢી તેણે મોતની છલાંગ લગાવી દીધી.

ADVERTISEMENT

આપઘાતની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ
યુવકને હોસ્પિટલમાં તબીબી સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટની સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હમચમચાવનારી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. તો પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે હાલમાં તો તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT