NRI ગોરી મેમ સાથે લગ્નની 25મી અનિવર્સરી ઉજવવા વતન લાવ્યા, હાથી-ઘોડા પર નીકળ્યો વરઘોડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: બોડેલી ગામના નીતિન પટેલે 25 વર્ષ અગાઉ અમેરિકા ખાતે જઈને એક અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નને 25 વર્ષ થતા સિલ્વર જ્યુબિલી ઉજવવા ખાસ પોતાના અમેરિકન સાસરીયાઓ સાથે બોડેલી આવીને હાથી ઘોડા અને બગીમાં વરઘોડો કાઢ્યો હતો. NRGના લગ્નની વર્ષગાંઠની આવી ધામધૂમથી ઉજવણી બોડેલીવાસીઓ જોતા રહી ગયા હતા.

નીતિન પટેલ 1996માં અમેરિકા ગયા હતા
છોટા ઉદેપુર જીલ્લો આમ તો મોટેભાગે આદિવાસી જીલ્લો છે. પરંતુ કેટલાક વિસ્તારમાં અન્ય જ્ઞાતિઓની વસ્તી પણ નોંધપાત્ર છે. ત્યારે બોડેલીમાં વર્ષો પહેલા રહેતા નીતિનભાઈ પટેલ 1996માં અમેરિકા ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. ત્યાં જઈને તેમણે 1997માં અમેરિકન યુવતી સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા જ તેમણે અમેરિકામાં પોતાના લગ્નની 25મી વર્ષ ગાંઠની સિલ્વર જ્યુબિલી ઉજવી હતી. પરંતુ નીતિનભાઈ પટેલ અમેરિકામાં રહેતા હોવા છતાં પોતાનો દેશ પ્રેમ અને પોતાનું કલ્ચર ભૂલી શક્યા ન હતા અને એટલે જ તેઓએ પોતાની લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવા ખાસ પોતાની અમેરિકન પત્ની, બાળકો અને અમેરિકન સાસરીયાઓ સાથે બોડેલી આવ્યા હતા.

આ પણ વાંચો: અશ્વિન જેવી બોલિંગ એક્શન ધરાવતા બરોડાના સ્પિનરને ઓસ્ટ્રેલિયાએ રાતોરાત નેટપ્રેક્ટિસ માટે બોલાવ્યો

ADVERTISEMENT

સાસરીયાને પણ બતાવ્યું ગુજરાત
બોડેલીના રસ્તાઓ પર તેમણે હાથી-ઘોડા પર પોતાના સાસરિયાંઓ બેસાડ્યા, તેમજ પરિવારજનોનો વરઘોડો કાઢ્યો હતો. સાથે સાથે ઘોડો તેમજ બગી પણ મંગાવીને આખા બોડેલીમાં બેન્ડના તાલે વરઘોડો કાઢ્યો હતો. દેશીબાબુએ ઈંગ્લિશ મેમની 25 વર્ષની લગ્નની વર્ષગાંઠની ઉજવણીમાં અમેરિકનોને ભારતીય પોશાકમાં જોધપુરી શૂટ, ફેંટો પહેરીને વરઘોડામાં ફરતા જોઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: CCTV: નડિયાદમાં Bank Of India બ્રાન્ચમાં લોન લેવા આવેલો ગ્રાહક કર્મચારી પર તૂટી પડ્યો, લાફા-પાટુ માર્યા

ADVERTISEMENT

પત્ની અને બાળકોની ભારત આવવાની ઈચ્છા હતી
આ વિશે નીતિનભાઈ કહે છે કે, હું બોડેલીમાં 25 વર્ષ પહેલા રહેતો હતો. 1996માં અમેરિકા ગયો હતો અને 1997માં અમારા લગ્ન થયા. અમે USમાં આ વર્ષે 25મી એનિવર્સરી ઉજવી, પછી મારા પત્ની, છોકરાઓ અને મિત્રોની ઈચ્છા હતી કે ભારતમાં પણ ઉજવણી કરીએ. એટલે અમે બોડેલીમાં 25મી એનિવર્સરી ઉજવવા આવ્યા છીએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT