લ્યો બોલો, હવે સળિયા કૌભાંડમાં PI રહ્યાં નિષ્ક્રિય, જાણો કેવા લેવાયા પગલા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ચારણને રેન્જ આઈ જી દ્વારા સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. એસ.ઓ.જીએ થોડા દિવસ પહેલા જ તારાપુરના મહિયારી ગામ થી લોખંડના સળિયા ભરેલી છ ટ્રક ઝડપી પાડી હતી. જેને લઈ પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તારાપુર SOG પોલીસે થોડા સમય આગાઉ તારાપુરના વટામણ તરફ જવાના રોડ પર મહિયારી ગામની સીમમાં આવેલા પડતર ખેતરમાં ટ્રકમાંથી સળિયા કાઢી લેવાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. એસઓજી પોલીસે આ કામગીરી મળેલ બાતમીના આધારે કરી હતી. જેમાં પોલીસે 48 લાખ રૂપીયાની છ ટ્રક, 54.60 લાખના લોખંડના સળિયા, ગ્રાઈન્ડર કટર મશીન, ઇલેક્ટ્રીક વજન કાંટો, રોકડ, મોબાઈલ મળી કુલ 1 કરોડ 2 લાખ 92 હજાર 460 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
ળિયાના ભારી દીઠ 3000 રૂપિયા અપાતા હતા
આ ચોરીના નેટવર્કમાં ભાવનગરના સંજય સિંહ ઉર્ફે એસપી પ્રદ્યુમનસિંહ સરવૈયા, ભુપતસિંહ જીલુભા કામળિયા, વિક્રમ માલુભાઈ ઉધેડીયા, સંજય વિઠ્ઠલભાઈ ખસિયા, મુસ્તુફા યુસુફ સંધિ અને સંજય પ્રેમજીભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા. આ કૌભાંડમાં ટ્રક ચાલક ભૂપતસિંહની પૂછપરછ કરવામાં આવતા તેને જણાવ્યું હતું કે, સિહોરના ધાંધણી ખાતેથી સળિયા ભરી મારુતિ સ્ટીલ વડોદરા ખાતે ડીલીવરી કરવા નીકળ્યા હતા. આ લોખંડની કેટલીક ભારીઓ સંજયસિંહ સરવૈયાને વેચવા માટે આપ્યા હતા. જે માટે સંજય સિંહ સળિયાના ભારી દીઠ 3000 રૂપિયા આપવાનું કબૂલ્યું હતું.
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો
સંજયસિંહની અટકાયત કરી પૂછતા તે છેલ્લા 15 દિવસથી ભાવનગરથી સળિયા ભરી આવતી ટ્રકના ડ્રાઇવરનો સંપર્ક કરી ટ્રકમાં ભરેલા સળીયાની ભારીઓ પૈકી કેટલીક ભારીઓ વેચાણથી લેતો હતો. જે પડતર ખેતરમાં મુકેલા પોતાના ટ્રકમાં ભરીને વેચતો હતો. આમ એક પછી એક ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેઓને ભારી રૂપિયા 3000 થી 5,000 આપી ખરીદી લેતો હતો. આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થતા પોલીસે હાજર અન્ય ટ્રક ચાલકોની પણ પૂછપરછ કરી હતી. અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
PI ની કામગિરિ પર ઉઠયા સવાલો
પાંચ દિવસ અગાઉ ટ્રક માલિકોની જાણ બહાર સળિયા સગેવગે કરવાના નેટવર્કનો પર્દાફાશ એસ ઓ જી પોલીસે કર્યો હતો. જેમાં તારાપુર પોલીસ મથકના પીઆઇ વિજય ચારણની નિષ્કાળજીનું કારણ સામે આવ્યું. જોકે વિજય ચારણે થોડા સમય પહેલા જ તારાપુર પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. આ પહેલા તેઓ પેટલાદના સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા.
જાણો શું કહ્યું એસપી એ
ખંભાત ડિવિઝનના એએસપી અભિષેક ગુપ્તા ના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ આણંદ એસોજીની ટીમ દ્વારા એક કેસ શોધવામાં આવ્યો જેમાં લોખંડની ચોરીનો કેસ સામે આવ્યો જે કેસ શોધવામાં નિષ્કાળજી જણાઈ આવી છે જેને લઈને ઉપરી અધિકારી દ્વારા તેમને ફરજ સસ્પેન્ડનો  હુકમ કરવામાં આવ્યો છે, અને તે બાબતની ઇન્કવાયરી મને આપવામાં આવી છે.  આગળ હવે ઇન્કવાયરી કરવામાં આવશે અને ઇન્કવાયરી ના આધારે જે પણ યોગ્ય ચણાતા પગલા ઉપરી અધિકારી દ્વારા લેવામાં આવશે આ ચોરીના કેસમાં એક કરોડ કરતાં વધારે નો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો.
ઉઠયા અનેક સવાલો
સૂત્ર પ્રમાણે મળતી માહિતી મુજબ, વિજય ચારણે તારાપુર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર તરીકે 17 જાન્યુઆરીએ ચાર્જ સંભાળ્યો હતો. અને જ્યારથી તેઓએ ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓ દબાણ હટાવો ઝુંબેશની કામગીરીમાં જોડાયેલા હતા. અને લોખંડના સળિયાના કૌભાંડની કામગીરી છેલ્લા 15 – 20 દિવસથી ચાલી રહી હતી. જેને લઈને પીઆઇ વિજય ચારણના સસ્પેન્શનને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સસ્પેન્શનને લઈને પોલીસ બેડામાં ખળભળાટ
જોકે હાલ તો આ સમગ્ર કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી હતું અને આઈજી દ્વારા તારાપુર પોલીસ મથકના પીઆઇ શા માટે આ બાબતથી અજાણ હતા? અને તેમની નિષ્કાળજીના કારણે આટલું મોટું કૌભાંડ એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યું. આ બાબતનો ઉલ્લેખ કરીને પીઆઇ વિજય ચારણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. જોકે પીઆઈ વિજય ચારણના સસ્પેન્શનને લઈને પોલીસ બેડામાં હાલ તો ખળભળાટ મચી ગયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT