ટ્રેન નહીં તો વોટ પણ નહીં! ગુજરાતના 35 હજારથી વધુ વોટરે કર્યો ચૂંટણીનો બહિષ્કાર; જાણો કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2 તબક્કામાં યોજાવાની છે. ત્યારે આને જોતા અત્યારે રાજકીય પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ છે. જોકે આ દરમિયાન ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની આસપાસના વિસ્તારોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. અહીં લગભગ 19 ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે લોકોએ એવા બેનર લગાવ્યા છે કે આ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

ટ્રેન નહીં તો વોટ નહીં – બેનરો સાથે વિરોધ
નવસારીના ગણદેવી તાલુકાની આસપાસનાં 19 ગામના લોકો અત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. અહીં સ્થાનિક જનતાએ ટ્રેન નહીં તો વોટ નહીં એવા બેનરો લગાડ્યા છે. ચલો આપણે આ વિરોધ થવાનું શું કારણ છે એના પર નજર કરીએ.

લોકડાઉન પછી ભારે હાલાકી…
હકીકતમાં, કોરોના દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં, પશ્ચિમ રેલવેએ અંચેલી ગામ સ્ટેશન પર લગભગ 16 ટ્રેનોને સ્ટોપેજ આપ્યું હતું. પરંતુ લોકડાઉન હટાવ્યા બાદ આ ગામમાં માત્ર 11 ટ્રેનો જ ઉભી રહે છે, જેના કારણે અંચેલી અને આસપાસના 19 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

જે લોકો ગામડાથી સુરત વાપી અને અન્ય શહેરોમાં નોકરી માટે જતા હતા, તેઓ રેલ પાસ માટે મહિને 400 રૂપિયા ખર્ચતા હતા, પરંતુ હવે ખાનગી વાહન દ્વારા મુસાફરી કરવા માટે વધુ સમય સાથે 3000 રૂપિયાનો ખર્ચ થાય છે.

પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ પણ ઉકેલ ન આવ્યો
આ સમસ્યાના કારણે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યા અંગે સી.આર.પાટીલ, રેલવે મંત્રી દર્શના જરદોસ સાથે વાત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જે બાદ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

35,000 મતદારોનો ચૂંટણી બહિષ્કાર
ગુજરાત તક સાથેની વાતચીતમાં અંચેલી ગામના હિતેશ નાયકે જણાવ્યું હતું કે અંચેલી અને આસપાસના 19 ગામોમાં 35,000થી વધુ મતદારો છે, જેઓ 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે નહીં અને મતદાનથી દૂર રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે અમે ગામમાં ‘નો ટ્રેન, નો વોટ’ સાથે તમામ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમનું કહેવું છે કે કોઈ પણ પક્ષના લોકોને મત માંગવા ગામમાં આવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે ભાજપના ઉમેદવારો ગામમાં પહોંચ્યા તો લોકોએ તેમને ઘેરી લીધા અને ઘણા પ્રશ્નો પૂછ્યા અને હાથ જોડીને પાછા મોકલી દીધા હતા.

બુલેટ ટ્રેન જરૂરી કે લોકલ ટ્રેન?
ગામની મહિલાઓનું કહેવું છે કે આંચેલીની સાથે 19 ગામના હજારો લોકો આ ટ્રેનનો ઉપયોગ તેમની રોજીરોટી માટે કરે છે. હવે આ સ્ટેશન પર લોકલ ટ્રેનને સ્ટોપેજ મળતું નથી ત્યારે અંચેલીથી માત્ર 15 કિમી દૂર આવેલા કેશલી ગામમાં 350ની ઝડપે પસાર થતી ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જ્યાં આ ફાસ્ટ ટ્રેન ઉભી રહેશે. શું આ મોંઘી ટ્રેન ગરીબોની લાઈફલાઈન બની શકશે?

    follow whatsapp

    ADVERTISEMENT