હીરાબા હોસ્પિટલમાં દાખલ: PM મોદીના આગમન પહેલા અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો
અમદાવાદ: PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના એડમિટ થયાના સમાચાર મળતા જ…
ADVERTISEMENT
અમદાવાદ: PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના એડમિટ થયાના સમાચાર મળતા જ ઘણા નેતાઓ હોસ્પિટલમાં મુલાકાતે પહોંચી રહ્યા છે. બીજી તરફ PM મોદી પણ અમદાવાદ આવી રહ્યા છે. અહીં તેઓ માતાના ખબર અંતર પૂછશે. ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા અમદાવાદ શહેરમાં એરપોર્ટથી હોસ્પિટલ સુધીના રૂટને અમર્યાદિત સમય સુધી નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં આ અંગે સૂચના આપવામાં આવી છે અને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા કહેવાયું છે.
યુ.એન મહેતા હોસ્પિટલ બહાર VIP મૂવમેન્ટ વધી
બીજી તરફ PMના આગમન પહેલા યુ.એન મહેતા હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલની આસપાસ VIP મૂવમેન્ટ પણ ખૂબ જ વધી ગઈ છે. હોસ્પિટલ તરફથી હીરાબાના સ્વાસ્થ્ય વિશે પણ અપડેટ આપવામાં આવ્યું છે, જેમાં હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પરિમલ નથવાણી, ઋષિકેશ પટેલ યુ.એન મહેતા હોસ્પિ. પહોંચ્યા
તો હીરાબાને હોસ્પિટલમાં એડમિટ કરાયાના સમાચાર મળતા જ એકબાદ એક નેતાઓ ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે. હીરાબાના દાખલ કરાયાના સમાચાર મળતા જ કે. કૈલાશનાથન, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ભાજપના ધારાસભ્યો દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન પણ ત્યાં પહોંચ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન મહેતા હોસ્પિટલ જવા નીકળ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT