નીતિન પટેલે ઓછું મતદાન થવાના 2 કારણો જણાવ્યા, કહ્યું- આનાથી ભાજપને….
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આ ટર્મમાં ઓછું મતદાન નોંધાતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે નીતિન પટેલે ઓછા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આ ટર્મમાં ઓછું મતદાન નોંધાતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે નીતિન પટેલે ઓછા મતદાનનું કારણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અત્યારે ઓછું મતદાન થયું એની પાછળ લગ્નની સિઝન પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આની સાથે પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ભાજપની જીતનો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓછા મતદાનથી ભાજપને કઈ ફેર પડશે નહીં.
નીતિન પટેલે ઓછા મતદાનનું કારણ જણાવ્યું..
ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહેલા તબક્કામાં ઓછું મતદાન થયું એની પાછળના 2 કારણો જણાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અત્યારે લગ્ન પ્રસંગોનો દોર ચાલી રહ્યો છે. લોકો એમાં વ્યસ્ત હોવાના કારણે મતદાન મથક સુધી પહોંચ્યા નહીં.
ખેડૂતો મુદ્દે પણ તેમણે કહ્યું કે…
નીતિન પટેલે વધુમાં કહ્યું કે ખેડૂતો માટે પણ અત્યારે શિયાળામાં ખેતીની સિઝન ચાલી રહી છે. તેઓ પણ પોતપોતાના કાર્યોમાં લાગ્યા હોય છે. જેને લઈને ઓછું મતદાન થયું હોવાનું હું અનુમાન લગાવી રહ્યો છું. જોકે આનાથી ભાજપને કોઈ ફેર પડશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT