‘જેના પર અમિત શાહનો હાથ હોય એની ટિકિટ કોણ રોકી શકે!’ BJP MLA પર કટાક્ષ કરતા પોસ્ટરો લાગ્યા
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે ભાજપની યાદી જાહેર થતા જ ઠેર-ઠેર અતંસોષ સામે આવી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે ભાજપની યાદી જાહેર થતા જ ઠેર-ઠેર અતંસોષ સામે આવી રહ્યો છે. અમદાવાદમાં 12માંથી 10 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ ભાજપ દ્વારા કાપી નાખવામાં આવી છે. જોકે નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલની ટિકિટ રિપીટ કરવામાં આવી છે. ત્યારે નિકોલ વિસ્તારમાં જગદીશ પંચાલ પર કટાક્ષ કરતા પોસ્ટરો અને બેનરો લાગ્યા છે.
પોસ્ટર્સમાં શું લખ્યું છે?
નિકોલ વિધાનસભામાં ઠેર ઠેર જગદીશ પંચાલના પોસ્ટરો લાગ્યા છે. જેમાં લખ્યું છે કે, ‘જેના પર અમિત શાહનો હાથ હોય એની ટિકિટ કોણ રોકી શકે…! જે એક જ પંચાલ સમાજનું ભલુ કરવાવાળા હવે દરેક સમાજ પર રાજ કરશે. અમિતભાઈએ કહી દીધું છે કે 182માંથી એક જ હું જગદીશ પંચાલ નક્કી છું, હવે આગામી મુખ્યમંત્રી પણ હું જ બનવાનો છું. હવે આખા ગુજરાતમાં હું કહીશ એમ જ થશે. હવે જનતાને મળવું હોય તો આટલો મહિનો મળી લેજો બાકી પાંચ વર્ષે આગામી ચૂંટણીમાં મળીશું.’
ADVERTISEMENT
અમદાવાદના 10 ધારાસભ્યોના નામ કપાયા
ઉલ્લેખનીય છે કે, આ વખતે ભાજપ દ્વારા કુલ 38 ધારાસભ્યોના નામ કાપવામાં આવ્યા છે. તેમાં પણ અમદાવાદ 10 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા નથી. ખાસ વાત તો એ છે તે હજુ 12 દિવસ પહેલા જ જે ધારાસભ્યો PM મોદી સાથે સ્ટેજ પર બેઠેલા હતા તેઓ જ ઉમેદવારોની યાદીમાંથી ગાયબ થઈ ગયા જેને લઈને કાર્યકરોમાં પણ રોષ સામે આવી રહ્યો છે.
આ 10 ધારાસભ્યોની અમદાવાદ શહેરમાં ટિકિટ કપાઈ
ADVERTISEMENT
- વેજલપુર – કિશોર ચૌહાણ
- એલીસબ્રિજ – રાકેશ શાહ
- નારણપુરા – કૌશિક પટેલ
- નરોડા – બલરામ થવાણી
- વટવા – પ્રદિપસિંહ જાડેજા
- ઠક્કરબાપા નગર – વલ્લભ કાકડિયા
- અમરાઈવાડી – જગદીશ પટેલ
- મણીનગર – સુરેશ પટેલ
- સાબરમતી – અરવિંદ પટેલ
- અસારવા – પ્રદીપ પરમાર
ADVERTISEMENT