US Presidential Election: ભારતીય મૂળના નિક્કી હેલી અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે
US Presidential Election: ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ મંગળવારે (14 ફેબ્રુઆરી)એ અમેરિકામાં 2024માં થવા જઈ રહેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે…
ADVERTISEMENT
US Presidential Election: ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ મંગળવારે (14 ફેબ્રુઆરી)એ અમેરિકામાં 2024માં થવા જઈ રહેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાની દાવેદારી રજૂ કરી દીધી છે. હેલી દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રહી ચૂક્યા છે.
2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ તેઓ રિપબ્લિકનમાંથી દાવેદારી માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પહેલો મોટો પડકાર બની ગયા છે. તેમણે બે વર્ષ પહેલા કહ્યું હતું કે તેઓ 2024માં વ્હાઈટ હાઉસ માટે પોતાના પૂર્વ બોસ એટલે કે ટ્રમ્પને પડકાર નહીં આપે.
‘આ નવી જનરેશનનો સમય છે’
ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ અમેરિકામાં 2024માં થનારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની દાવેદારી રજૂ કર્યા બાદ આ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપશે. તેમણે એક વીડિયો દ્વારા પોતાની દાવેદારી રજૂ કરી હતી. બે વર્ષ પહેલા તેઓ ટ્રમ્પની સામે નહોતા, પરંતુ હવે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. નિક્કી હેલીના માતા-પિતા અમૃતસરમાં રહે છે.
ADVERTISEMENT
ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં અમેરિકન રિબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 2024ની અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહ્યા છે, તેના જવાબમાં તેમણે કહ્યું કે, આ નવી જનરેશનનો સમય છે. આ નવી લીડરશીપનો સમય છે અને આ આપણા દેશને પાછો લેવાનો સમય છે. અમેરિકા લડાઈ માટે તૈયાર છે અને અમે પણ શરૂઆત કરી રહ્યા છીએ.
ADVERTISEMENT