આગામી દિવસમાં ઠંડી ભૂક્કા બોલાવી દેશે, હવામાન વિભાગની આગાહી વિશે જાણો…
અમદાવાદઃ ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર તો નહીં આવે. પરંતુ આગામી 3 દિવસમાં ઠંડીનો…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર તો નહીં આવે. પરંતુ આગામી 3 દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. એટલું જ નહીં આની સાથે ઉત્તરાયણમાં તપમાન ઘટી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન પણ 11 ડિગ્રી આસપાસ રહી શકે એવા અહેવાલો મળી રહ્યા છે. શીત લહેરની સ્થિતિ વચ્ચે ઉત્તરાયણનો તહેવાર ઉજવાય એવા એંધાણ.
ગુજરાતના પ્રદેશો બન્યા ઠંડાગાર
આગામી 3 કે 4 દિવસની વાત કરીએ તો તાપમાન 2થી 3 ડિગ્રી ઘટે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે નલિયામાં સૌથી નીચુ તાપમાન જોવા મળ્યું હતું. તો બીજી બાજુ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ચાર દિવસમાં ઘણો વધારો પણ નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 3થી 4 ડિગ્રીનો વધારે અહીં નોંધાયો હતો.
જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.
ADVERTISEMENT
ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…
ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.
ADVERTISEMENT