લુણાવાડામાં ‘100 વર્ષનું આયુષ્ય’ ધરાવતા બ્રિજનો એપ્રોચ રોડ ઉદ્ધાટન કર્યાના 6 મહિનામાં બેસી ગયો!

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી/લુણાવાડા: રાજ્યભરમાં ચોમાસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ-રસ્તા ધોવાઈ જવાની ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. એવામાં લુણાવાડા અને અમદાવાદને જોડતો મુખ્યમાર્ગ પર હાડોડ પાસે મહી નદી પર બનેલા બ્રિજને જોડતા એપ્રોચ રોડ પહેલા ચોમાસામાં જ બેસી ગયો છે. અગાઉ કડાણા ડેમમાંથી પાણી છોડાતા આ પુલને બંધ કરવો પડતો હતો. જે બાદ લુણાવાડા-ધોરી ડુંગરીને જોડતા 29.269 કિમીનો રોડ વર્લ્ડ બેન્કના સહયોગથી બનાવાયો હતો. આ માટે રૂ.86 કરોડ ખર્ચ કરાયો હતો. જોકે બ્રિજ બન્યાના 6 મહિનામાં જ તેને જોડતો એપ્રોચ રોડ બેસી ગયો.

6 મહિના પહેલા જ બ્રિજનુ ઉદ્ધાટન થયું
છ માસ અગાઉ પૂર્વ રાજ્ય માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે વિશ્વ બેન્ક યોજના હેઠળ બનેલા હાઇ લેવલ પુલનું લોકાર્પણ 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. પુલની વાત કરવામાં આવે તો આધુનિક ટેકનોલોજીથી બનેલો પુલ 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે નવાઈની વાત એ છે કે પ્રથમ ચોમાસામાં જ આ પુલ અને રોડને જોડતો એપ્રોચ રોડ અનેકવાર ક્ષતિગ્રસ્ત થયો છે.

ADVERTISEMENT

ઉદ્ધાટન હોવાથી ઉતાવળે કામ કર્યું હતું એટલે આવું થયું
આ સમગ્ર મામલે અમે સ્ટેટ રોડ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સવાલ કરતા તેમણે કહ્યું કે, ઉતાવળે લોકર્પણ કરવાના કારણે એપ્રોચ રોડનું કામ પાકું કરેલું નથી. આવા નાના-નાના ખાડાઓ તો પડતાં રહે તે સ્વાભાવિક છે. અમને પહેલાથી જાણ હતી કે ઉતાવળે કામ કર્યું છે એટ્લે આટલું તો નુકશાન થશે જ.

ADVERTISEMENT

ડિસ્કો રસ્તાથી વાહન ચાલકો પરેશાન
આજે થયેલા નુકશાનથી મોટી માત્રમાં ટ્રેક્ટરો દ્વારા તંત્રને કપચી પુરાણ કરવું પડ્યું. તેમ છતાં જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે ઊંટ પર બેઠા હોય તેમ વાહનો ડિસ્કો કરતાં પસાર થઈ રહ્યા છે. ત્યારે અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે કે, જ્યારે વિશ્વ બેન્કની સહાયથી આટલી મોટી માતબર રકમથી પુલ અને રોડનું નિર્માણ કરવામાં આવ્યું તો એનું બાંધકામ આટલું નબળું કેમ? જ્યારે રોડને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો તેના પૂર્વે આ રોડ સાઇટનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હશે? કામગીરી કેમ ઉતાવળે કરી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો? જે કોઈ પણ એજન્સીએ કામગીરી કરી તેના વિરુદ્ધ જવાબદાર તંત્ર કામગીરી કરશે ખરી ? પ્રથમ ચોમાસે જ રોડમાં થયેલા અનેક ગાબડાં અને પુલ પાસે થયેલી ક્ષતિઓનું કાયમી નિરાકરણ શું?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT