રેશ્મા પટેલનું NCPમાંથી રાજીનામું, AAPમાં જોડાઈને હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી અટકળો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા નેતાઓમાં જાણે પક્ષપલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે, એક બાદ એક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. ત્યારે હવે NCP નેતા રેશમા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગોંડલમાંથી ચૂંટણી લડવાની વાત સામે આવી હતી. જોકે NCP દ્વારા કોંગ્રેસ સાથે ત્રણ બેઠકો પર ગઠબંધન કરવામાં આવતા અન્ય કોઈ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું નહોતું. આ વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે રેશમા પટેલ હવે AAPમાં જોડાઈ શકે છે અને વિરમગામ સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે.

રેશ્મા પટેલે પાર્ટીમાંથી અન્યાય થયાનો આક્ષેપ કર્યો
રેશમા પટેલે NCPના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ ફૌજીયા ખાનને પત્ર લખ્યો છે કે, મેં NCP પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું. મેં ગુજરાતના સત્તાધારીઓની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.

ADVERTISEMENT

આજે AAPમાં જોડાઈ શકે રેશ્મા પટેલ
એવામાં હવે NCPમાંથી રાજીનામું આપ્યું બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિરમગામથી જ હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે. આજે સવારે રેશ્મા પટેલ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં AAPમાં જોડાઈ શકે છે.

કાંધલ જાડેજાનું પણ NCPમાંથી રાજીનામું
નોંધનીય છે કે, NCP દ્વારા ગુજરાતમાં ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ત્રણ બેઠકો પરથી ગઠબંધન કર્યું છે. એવામાં કાંધલ જાડેજાને પણ કુતિયાણા બેઠક પરથી ફોર્મ ભરવા છતાં મેન્ડેટ આપવામાં નહોતું આવ્યું. જે બાદ તેમણે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT