બ્રિજ દુર્ઘટના બાદ મોરબી બેઠક પર દેશભરની નજર, જાણો આ સીટનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. દેશના નેતાઓનો ગુજરાત પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની તૈયારી પૂર જોશ સાથે કરી રહી છે. ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગના ચોખટા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની મોરબી વિધાનસભાનું મહત્વ વધુ રહેશે. મોરબી બ્રિજ દુર્ઘટનાથી દેશભરના લોકોની નજર રહેશે.

2017નું ગણિત
મોરબી વિધાનસભા સીટ જનરલ સીટ છે. 2017માં આ સીટ પર 283069 મતદારો નોંધાયા હતા. જેમાંથી 147124 પુરુષ મતદારો તથા 135943 મહિલા મતદારો તથા અન્ય 2 મતદાર હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા હતા. જેમાં બ્રિજેશ મેરજાનો 89396 મત (48.72%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને 85977 મત (46.86%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજેતા થયા હતા.

2017માં કોંગ્રેસને આ કારણે મળી હતી બેઠક
મોરબીમાંથી 2020ની પેટાચૂંટણી માટે અમૃતિયાને ટિકિટ નકારી કાઢવામાં આવી હતી અને બ્રજેશ મેરજાને તેમની જગ્યાએ ટિકિટ આપવામાં આવી હતી, કારણ કે 2017માં બ્રજેશ મેરજાએ અમૃતિયાને હરાવ્યા હતા. બાદમાં બ્રજેશ કોંગ્રેસ છોડીને ભગવા જહાજમાં ચડી ગયા હતા. આ રીતે ભાજપે આ બેઠક જીતી લીધી અને મોરબી બેઠક પણ તેમની યાદીમાં સામેલ થઈ ગઈ. ભાજપ છેલ્લા 27 વર્ષથી આ બેઠક જીતી રહ્યું હતું, પરંતુ 2017માં હાર્દિક પટેલના પાટીદાર આંદોલનને કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડી બ્રિજેશ મેરજાએ વર્ષ 2020માં કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. બીજી તરફ ભાજપે તેમને પેટાચૂંટણીમાં મેદાને ઉતાર્યા હતા અને ચૂંટણી જીત્યા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આ બેઠકને ફરી જીતવાની તૈયારી સાથે મેદાને ઉતારશે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાસેથી ચનવેલી આ બેઠક પર ભાજપ સત્તા ટકાવી રાખવા મહેનત કરશે. આમ આદમી પાર્ટી આ બેઠક પર ઉતારી અને પોતાની જગ્યા બનાવવા મહેનત કરશે.

પેટાચૂંટણીમાં 5 હજારથી ઓછું અંતર
બ્રિજેશ મેરજાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં ભળી ગયા હતા ત્યારે મોરબી વિધાનસભા પેટા ચૂટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજય બન્યા હતા. પેટા ચૂંટણીમાં ઉમેદવારને મળેલ મત જોઈએ તો 45.14 ટકા મત સાથે બ્રિજેશ મેરાજાને 64,711 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના જયંતિભાઇ પટેલને 41.04 ટકા મત એટલે કે, 60,062 મત મળ્યા હતા. આમ બન્ને વચ્ચે જીતનું અંતર 4.10 ટકા એટલે કે 4649 મત રહ્યું હતું. આ અંતર ખૂબ જ ઓછું ગણી શકાય અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મતોનું વિભાજન કરશે અને નવા સમીકરણો રચશે.

ADVERTISEMENT

મોરબી બ્રિજ દુર્ઘટના
30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. નગરપાલિકાની લાપરવાહીના કારણે 140 લોકો મોતના મુખમાં હોમાઇ જતાં આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.

ADVERTISEMENT

મતદારો
મોરબી વિધાનસભાની ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ જનતા કોને પસંદ કરે છે. તે જોવાનું રહ્યું. મોરબી બેઠક પર કુલ 2,86,686 મતદાર છે. 1,37, 988 સ્ત્રી મતદાર છે જ્યારે 1,48,695 જ્યારે 3 અન્ય મતદાર છે.

2022ના ઉમેદવારો 
ભાજપ- કાંતિ અમૃતિયા
કોંગ્રેસ- જયંતી પટેલ
આપ- પંકજ રાણસરિયા
અપક્ષ- અશ્વિન ટુંડીયા
અપક્ષ- નિરુપા માધુ
અપક્ષ- મહેશ જાદવ
અપક્ષ- ગોપાલ સિતપરા
અપક્ષ- બળવંત શેખવા
અપક્ષ- હસન મોવર
અપક્ષ- સિરાજ પોપટિયા
અપક્ષ- જેડા અકબર
અપક્ષ- આરીફખાન ખોરમ
અપક્ષ- શાહમદાર દાઉનશા
અપક્ષ- વિવેક મીરાણી
અપક્ષ- ગુલામ હનીફ
અપક્ષ- ઇકબાલ કટિયા
બસપા- કાસમ સુમરા

કોનું પલડું રહ્યું ભારે
1- 1962- કોંગ્રેસના ઉમેદવાર ગોકળદાસ પરમાર વિજેતા થયા
2- 1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર વી.વી.મહેતા વિજેતા થયા
3- 1972- કોંગ્રેસના ઉમેદવાર મગનલાલ સોમૈયા વિજેતા થયા
4-1975- કોંગ્રેસના ઉમેદવાર પરમાર ગોકળભાઈ વિજેતા થયા
5-1980- કોંગ્રેસ(આઈ) ના ઉમેદવાર સરદવા જીવરાજ થોભણ વિજેતા થયા
6-1985- ભાજપના ઉમેદવાર અઘારા અમૃતલાલ વિજેતા થયા
7-1990- અપક્ષના ઉમેદવાર બાબુ જશભાઈ પટેલ વિજેતા થયા
8-1995- ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજેતા થયા
9-1998- ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજેતા થયા
10-2002- ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજેતા થયા
11-2007- ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજેતા થયા
12-2012- ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજેતા થયા
13-2017- કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજેતા થયા
14-2020 પેટા ચૂંટણી – ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT