નરેન્દ્ર મોદી સૌથી પહેલા મળ્યા રાહત કામગીરી કરતા જવાનોનેઃ PM 48 કલાક પછી મોરબીમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીના ઝુલતા પુલ પર 145થી વધુ લોકોના મૃત્યુ થયા. આ ઘટના રવિવારે બની હતી. હવે આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે ગયા છે. આમ તો આજે રાજસ્થાનના માનગઢ ખાતેનો તેમનો કાર્યક્રમ હતો. હાલ તેઓ મોરબીમાં ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા. ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ તેમની સાથે બ્રીજનું નિરિક્ષણ કરવામાં અને તેની માહિતી આપવામાં સાથે હતા. તેમણે સ્થળ મુલાકાત, રાહત કાર્યો કરનારા જવાનોની મુલાકાત અને હોસ્પિટલના ઈજાગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી.

સ્થળ મુલાકાત પહેલા PM રાહતકાર્યોમાં જોડાયેલા જવાનોને મળ્યા
નરેન્દ્ર મોદીએ હર્ષ સંઘવીને સમસ્ત ઘટના સંદર્ભમાં જાણકારી માગતા તેમણે આ સ્થળ પરની માહિતી તેમને આપી હતી. આ બ્રીજના કેબલ અને તેના સ્ટ્રક્ચર અંગે જાણકારી આપી હતી. જે પછી તેઓ મોરબીની એ હોસ્પિટલની માલાકાતે જવા રવાના થયા છે જ્યાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. જોકે સૌથી પહેલા નરેન્દ્ર મોદી એવા લોકોને મળ્યા જેમણે અહીં રાહત કાર્યો કર્યા હતા. તે જવાનો સાથે તેમણે વાતચિત કરી હતી.

ADVERTISEMENT

હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી. કેટલાક લોકોને તેઓએ રૂબરુમાં મળીને વાત કરી હતી. તેમના હાલચાલ પુછ્યા હતા. જોકે અંદાજ હતો કે નરેન્દ્ર મોદીને અહીં મુલાકાત દરમિયાન વધુ સમય લાગી શકે છે પરંતુ તેવું થયું નહીં. થોડા સમયમાં જ તેમનો કાફલો મુલાકાત પછી અહીંથી રવાના થઈ ગયો હતો. વડાપ્રધાનની સુરક્ષાનું તો ધ્યાન રાખવામાં આવ્યું જ હતું પરંતુ આ સાથે હોસ્પિટલ તંત્ર દ્વારા નવા રંગરોગાન અને કેટલીક સમારકામની કામગીરી રાતોરાત કરી દેવાઈ હતી જે અહીં ઉડીને આંખે વળગી રહી હતી. કારણ કે સામાન્ય દિવસોમાં જેવું અહીં દૃશ્ય હોય છે તેના કરતા વીવીઆઈપીની મુલાકાત વખતનું દૃશ્ય સાવ અલગ હતું. કદાચ જનતા પણ ઈચ્છતી હશે કે મોદીજીએ અહીં થોડા થોડા વખત લટાર મારતું રહેવું જોઈએ.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT