હર્ધ સંઘવીની નર્મદા મુલાકાતઃ રાજપીપળામાં રિસામણાં-મનામણાં થશે તેવી અટકળો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજપીપળાઃ નર્મદામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉતારેલા ઉમેદવારોને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં સુધી કે નેતાઓ પક્ષની સામે પડીને અપક્ષમાંથી ચૂંટણી લડવા પણ તૈયાર થઈ ગયા છે. કારણ કે ભલે ભાજપે હમણાં ઉમેદવારોની યાદી જાહેર કરી પરંતુ ઘણા નેતાઓ હતા જેમણે આ ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું મન બનાવી લીધું હતું. કેટલાકના મન તૂટ્યા છે તો કેટલાક આ વાત સ્વિકારવા તૈયાર નથી. જેના કારણે હવે રિસામણાં અને મનામણાંની પણ સિઝન ચાલી રહી છે. જેને કારણે હાલ હર્ષ સંઘવીની નર્મદા મુલાકાતને પણ રિસામણાં મનામણાં માટેની મુલાકાત માનવામાં આવી રહી છે.

હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલના મુડમાં
હાઈ કમાન્ડ ગમે તેટલું પાવરફૂલ હોય પરંતુ કાર્યકરો અને સ્થાનીક નેતાઓના બળને નજરઅંદાજ કરી શકાય નહીં તે વાત હાઈ કમાન્ડ પણ જાણે છે. ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો છે 182 જેની સામે દાવેદારોની સંખ્યા હજારોમાં છે જેથી પક્ષ માટે પણ મોટી સંખ્યામાં પોતાનાઓને જ કાપવા, સક્ષમોને જ કાપવા, સ્થિતિને અનુરુપ નેતાને પણ કાપવા પડતા હોય છે. કારણ કે હજારોને 182 પર લડાવી શકાય નહીં તેના માટે 182 જ ઉમેદવાર જોઈએ. હવે આટલા બધા ઉમેદવારોને કાપવાથી સ્વાભાવીક રાજીપણું નારાજગીપણું થવાનું જ છે, પણ તેમને મનાવવા પણ ઉચ્ચ નેતાગીરીના મનામણાંમાં જ બંધ બેસે છે. આવા જ નારાજ નેતાઓને મનાવવા ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી નર્મદા આવ્યા હોવાની વિગતો મળી રહી છે. તેઓ વડોદરાની કરજણ, નાંદોદ વિધાનસભામાં ડેમેજ કંટ્રોલ માટે પહોંચ્યા હોવાનું સૂત્રો જણાવે છે.

પી ડી વસાવા ભાજપમાં જોડાય તેવી અટકળો
આ અંગે આદિજાતિ મોર્ચા ગુજરાત પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવાએ જ્યારે ટિકિટ ન મળી તો અપક્ષથી ઉમેવારી કરવાનું મન બનાવી લેતા તેમને મનાવવા, કોંગ્રેસ ધારાસભ્ય પી ડી વસાવાના 100 જેટલા કાર્યકરોને ભાજપમાં જોડવા હર્ષ સંઘવી અહીં આવ્યા હોવાનું મનાય છે. ઉપરાંત હાલ ધારાસભ્ય પી ડી વસાવાના જમાઈ રવિ વસાવા ભાજપ સાથે મીટિંગમાં હોવાને લઈને અટકળો તેજ છે કે તેઓ ભાજપમાં જોડાય છે. કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સિટિંગ ધારાસભ્ય પી ડી વસાવાની ટિકિટ કાપવામાં આવી છે જેને પગલે તેઓ ભાજપમાં જોડાવાના છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા)

    follow whatsapp

    ADVERTISEMENT