પોતાના દમ પર AAPને જીતાડનારા એ ઉમેદવાર જેમની સામે PM, ગૃહમંત્રી, રવિન્દ્ર જાડેજા પણ પ્રચારમાં ઉતર્યા હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: નર્મદા જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ઇતિહાસ રચી નાખ્યો. ગરીબ ઘરના ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને વિધાનસભાની ચૂંટણીમાં તેમને એવી લોકચાહના મેળવી કે ઇતિહાસ રચી નાખ્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને પરિણામ બંને જાહેર થઇ ગયા ભાજપ 156 સીટો જીતી રાજ્યમાં ઇતિહાસ રચ્યો. જયારે આમ આદમી પાર્ એ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું. પરંતુ સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર જોવા મળી. અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ-કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજાર લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો.

કેજરીવાલને બીટીપીના ગઢમાં મળી ગયા મજબૂત નેતા
અરવિંદ કેજરીવાલ બીટીપીને શોધતા ઝઘડીયા આવ્યા ગઠબંધન કર્યું અને બાદમાં તૂટ્યું. પણ આ ગઠબંધમાં કેજરીવાલને આદિવાસી વિસ્તારનો એક મજબૂત નેતા મળી ગયો કે જેને હરાવવા અને ભાજપના મોદીથી લઇ અમિત શાહ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્રચારક મુક્,યા કોંગ્રેસમાંથી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોત આવ્યા. પણ ના કોઈ સ્ટાર પ્રચારક કે ના કોઈ રોડ શો,બસ લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કરી ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ વોટ મેળવવાનો રેકોર્ડ કર્યો. ત્યારે ડેડીયાપાડા સાગબારામાં ઠેર ઠેર તેમનું સ્વાગત થઇ રહ્યું છે. તેમની જીત માટે તેમની પત્ની અને પૂરો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગ્યા હતા અંતે ભાજપ કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ જીત મેળવી રાજ્ય અને દેશના રાજકારણમાં નોંધ કરાવી.

ADVERTISEMENT

નર્મદા જિલ્લાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઉમેવાદરને 1 લાખ વોટ
નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજદિન સુધી કોઈ ને નથી મળ્યા જયારે 39 હજાર ની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી આ જીત કોઈ ચૈતર વસાવા ની કે આમ આદમી પાર્ટી ની નથી પણ જનતા ની છે. ની ચૈતર વસાવા વાત કરી રહયા છે. પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરવા ચૈતર વસાવાએ 10 વર્ષ પહેલા પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી શરૂ કરી. પછી નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે બંને બહેનો સગી બહેન જેવી રહે છે.

કાચા મકાનમાં રહે છે ચૈતર વસાવાનો પરિવાર
એક કાચા મકાનમાં ચૈતર વસાવાનો આખો પરિવાર ભેગો રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, આજે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો છે.આજે એમની બન્ને પત્નીઓએ રાત-દિવસ ચૈતર વસાવા સાથે રહી પ્રચાર પ્રસાર કર્યો અને આજે એમની જીત થતા બન્ને પત્નીઓ આજે પણ એની સાથે જ્યાં જાય ત્યાં જાય છે.

ADVERTISEMENT

નોકરી છોડી રાજકારણમાં પ્રવેશ કર્યો
ચૈતર વસાવા રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ બાબતે જણાવ્યું કે, ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને ભણ્યો. પછી બીઆરએસ ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ત્યાર બાદ થોડો સમય ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. નોકરી કરતો હતો ત્યારે મારી સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી, જ્યાં લોકો માટે મફત સેવા કરતો હતો. લોકો એની પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે. તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે, પણ ત્યારે એની આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યો.અને BTP પાર્ટી સાથે જોઈન્ટ થયો અને 5 વર્ષમાં એવું રાજકારણ શીખી ગયા કે આજે પ્રથમવાર આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળતા ધારાસભ્ય તરીકે લોકો ચૂંટી લાવ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT