નરેશ પટેલે જાહેરમાં સ્વીકાર્યું કહ્યું, રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એક નામ એવું છે જે હર હમેશ ચર્ચામાં રહ્યું છે. અનેતે છે નરેશ પટેલનું. નરેશ પટેલ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એક નામ એવું છે જે હર હમેશ ચર્ચામાં રહ્યું છે. અનેતે છે નરેશ પટેલનું. નરેશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણમાં જોડાય રહ્યા છે તેવી અટકળો લાગી રહી છે પરંતુ હરહમેશ તે વાતો જ કરે છે. ક્યારે પણ તે સક્રિય રાજકારણમાં નજરે નથી પડ્યા. આ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકારણને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ રાજકારણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે, અમે રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી. બધું થોડું-થોડું જરૂરી છે.
અમે રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી
નરેશ પટેલે કહ્યું કે, આમ તો સમાજની વાત કરીએ એટલે અમારા જેવાંને તકલીફ વધારે થાય કે સમાજ લઇને બેઠાં છો અને રાજકારણની પણ વાતો કરો છો. પણ આમાં સાકરીયા પરિવારના ભાઇઓને ખ્યાલ છે કે જો અમે રાજકારણ ન કરીએ તો પછી અમારું કામ ક્યાંય થતું નથી. બધું થોડું-થોડું જરૂરી છે. તો કોઇ મનમાં એવું ન રાખતા કે નરેશભાઇ ક્યાંક સ્ટેટમેન્ટ આપે છે તો શું કામ આવાં સ્ટેટમેન્ટ આપે છે. ક્યારેક જરૂર પડે તો દઇ દેવાના હોય.
રમેશ ટીલાળાને અભિનંદન પાઠવ્યા
સાકરિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે રમેશ ટીલાળાને અભિનંદન આપતા કહ્યું હતું કે, આમ તો ચૂંટણી હમણાં જ પૂરી થઇ છે. એમાં એક મા ખોડિયારના સુપુત્ર એવાં રમેશભાઇ કે જેઓ ખૂબ ભવ્ય જીત લઇને આપણી વચ્ચે ઉપસ્થિત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT