PM મોદી સાથે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાત ચર્ચામાં! ખોડલધામ આમંત્રણની અટકળો વચ્ચે જામ્યો રાજકીય માહોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાતમાં એકબાજુ વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે અનેક તર્ક વિતર્કો અને મુલાકાતો સંબંધી અટકળોથી રાજકારણમાં ચર્ચાના દોર શરૂ થઈ જતા હોય છે. એવું જ કંઈક આગામી ચૂંટણીલક્ષી તથા પાટીદાર ફેક્ટરને આવરી લેતો મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો છે. નોંધનીય છે કે પાટીદાર નેતા તથા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેવામાં એવી અટકળો સામે આવી રહી છે કે ખોડલધામમાં આવવા માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોઈ શકે છે. અહીં ખોડલધામના ટ્રસ્ટીઓ તથા નરેશ પટેલ પણ હાજર હતા. જોકે ત્યારપછી સીઆર પાટીલે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે.

આમંત્રણને લઈને સામે આવી મોટી અપડેટ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ તથા ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. તેવામાં એવી અટકળો વહેતી થઈ હતી તે ખોડલધામમાં આવવા માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોઈ શકે છે. પરંતુ રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે આ માત્ર શુભેચ્છા મુલાકાત જ હતી. આમંત્રણને લઈને કોઈ ચર્ચા થઈ જ નથી.

રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યમાં ભાજપ મજબૂત છે
સીઆર પાટીલે આ મુલાકાત વિશે નિવેદન આપતા જણાવ્યું કે, રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપ મજબૂત છે. વડાપ્રધાન સાથે નરેશ પટેલે મુલાકાત કરી તે સારી બાબત છે. જોકે ભાજપને આ મુલાકાતની એટલા માટે આવશ્યકતા નથી કારણ કે ભાજપના કાર્યકર્તાઓ જ ખુબ જ મજબૂત છે. નરેશ પટેલ એક સામાજિક- ધાર્મિક સંસ્થાના વડા છે. આવી સંસ્થાના વડા જ્યારે પીએમને મળે ત્યારે અમને લાગે છે કે, ચૂંટણીમાં અમારા કાર્યકર્તાઓ જે લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે તે પુર્ણ થશે.

ADVERTISEMENT

પાટીદાર ફેક્ટર ચૂંટણીમાં રહેશે ચર્ચિત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર ફેક્ટર ઘણુ મહત્ત્વનું રહેતુ હોય છે. તેવામાં હવે ભાજપની પકડ લગભગ તમામ રાજ્યોમાં મજબૂત હોવાનું સી વોટર સરવેમાં પણ જાણવા મળ્યું છે. પરંતુ બીજી બાજુ કેટલોક પાટીદાર વર્ગ ભાજપથી હજુ નારાજ હોય એવા અહેવાલો પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે આવામાં હવે નરેશ પટેલની વડાપ્રધાન સાથેની શુભેચ્છા મુલાકાત પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

48 બેઠકો પર પાટીદાર ફેક્ટર રહેશે ગેમ ચેન્જર
ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે ત્યારે પાટીદાર ફેક્ટર પર દરેક પાર્ટીની નજર રહેલી હોઈ શકે છે. અહીં પાટીદારોનું પ્રભુત્વ હોય એવી અંદાજિત 48 બેઠકો છે. જે કોઈપણ પક્ષને જંગી બહુમતી મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે. જોકે આમ જોવા જઈએ તો અહેવાલો પ્રમાણે કુલ 50થી 55 ટકા બેઠકો એવી છે, જેના પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ હશે.

ADVERTISEMENT

નરેશ પટેલની સૌરાષ્ટ્રમાં બોલબાલા…
નરેશ પટેલનું સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ શાનદાર છે. એક સમયે જ્યારે એવી ચર્ચા હતી કે તેઓ રાજકારણમાં જોડાશે. ત્યારે તો ભાજપ, આપ અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીઓના કોઈકના કોઈ નેતા દ્વારા તેમને જોડાવાનું આમંત્રણ મળ્યું હોવાની અટકળો સામે આવી હતી. કારણ કે નરેશ પટેલની લીડરશીપ ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમત અપાવવા મુખ્ય રોલ ભજવી શકે છે. પાટીદાર સમાજ વચ્ચે એકતા પણ ઘણી સારી છે, ત્યારે નરેશ પટેલની સમાજમાં લોકપ્રિયતાને જોતા કોઈપણ મુલાકાત ચર્ચામાં રહે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT