નરેન્દ્ર મોદીએ કહ્યું- નર્મદા વિરોધીઓને ખભે હાથ મુકી કોંગ્રેસ કેમ દોડે છે? કયા મોઢે વોટ માગવા જશે આ લોકો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણીના ધમધમાટ પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને મેધા પાટકરનું નામ લીધા વિના કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે ભારત જોડો યાત્રામાં મેધા પાટકરને સામેલ કર્યા હોવાનો મુદ્દો ઉઠાવી PM મોદીએ આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ…

કોંગ્રેસ નર્મદા વિરોધીઓને સાથે લઈને ચાલે છે…
વડાપ્રધાન મોદીએ જનતાના સંબોધનમાં જણાવ્યું કે નર્મદા મુદ્દે ગુજરાતમાં કેટલા રૂપિયા અને સમય બરબાદ થયો. કેવા કેવા લોકો આ નર્મદાના આડે આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના કોંગ્રેસના રાહુલ ગાંધી અને મેધા પાટકર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે એક ફોટો સામે આવ્યો જેમાં એક કોંગ્રેસ પાર્ટીના નેતા નર્મદા વિરોધી લોકો સાથે જોવા મળ્યા હતા.

નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને નેતા જોવા મળ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે નર્મદાનું પાણી 3 દાયકા સુધી રોકી રાખ્યું. કોર્ટ કચેરીમાં ઘસેડ્યા અને પાણી ન મળે એના માટે આંદોલનો કર્યા. બદનામ કર્યું ગુજરાતને તથા દુનિયાભરથી કોઈ રૂપિયા પણ ન આપે ગુજરાતને એવું કરી દીધું હતું. તેવામાં આ બેન જે આંદોલન ચલાવતા હતા એમના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરી રહ્યા હતા.

ADVERTISEMENT

કોંગ્રેસ વાળાને પૂછજો, તમે કયા મોઢે મત માગવા આવ્યા છો- નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં નર્મદા યોજના સફળ ન થઈ હોત તો મોટાભાગના વિસ્તારો તરસ્યા રહી ગયા હોત. તેવામાં નર્મદા વિરોધીઓના ખભે હાથ રાખી પદયાત્રા કરનારા નેતાઓને જનતાએ પૂછવું જોઈએ કે કયા મોઢે તેઓ મત માગવા માટે આવ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતને કેટલુ બરબાદ કરાવાનું છે એનું આ ઉદાહરણ છે.

    follow whatsapp

    ADVERTISEMENT