‘મને માફ કરી દો…’ ફેનને થપ્પડ માર્યા બાદ નાના પાટેકરે બે હાથ જોડી માંગી માફી, કહ્યું- આ ભૂલથી થઈ ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Nana Patekar Video: બોલીવૂડ અભિનેતા નાના પાટેકરનો વીડિયો સોશિયલ મીડિયા પર જ્યારથી વાયરલ થયો છે, ત્યારેથી તેઓ સતત હેડલાઈન્સમાં છે. આ વીડિયોમાં નાના પાટેકર સેલ્ફી લેવા આવેલા એક ફેનને જોરથી થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. આ વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો છે. જે બાદ નાના પાટેકરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો લઈને વિવાદ વધતા નાના પાટેકરે માફી માંગી છે અને આ મામલે સત્ય જણાવ્યું છે.

નાના પાટેકરે કરી સ્પષ્ટતા

નાના પાટેકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ થપ્પડકાંડ વિશે વાત કરી. નાના પાટેકરે વીડિયોમાં કહ્યું કે- ‘સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે, આ સિક્વન્સ અમારી ફિલ્મનો ભાગ છે, અમે રિહર્સલ કર્યું હતું. અમે શરૂઆત કરવાના જ હતા, ત્યારે વીડિયોમાં દેખાતો છોકરો અંદર આવ્યો. મને ખબર નહોતી કે તે કોણ છે, મને લાગ્યું કે તે અમારા ગ્રુપમાંથી એક છે, તેથી મેં તેને ટપલી મારી. જે બાદ મને જાણવા મળ્યું કે તે અમારા ગ્રુપનો ભાગ નથી. ત્યારબાદ મેં તેને બોલાવવા માટે કહ્યું પરંતુ ત્યાં સુધીમાં તે ત્યાંથી ભાગી ગયો હતો.’

ADVERTISEMENT

આ ભૂલથી થઈ ગયુંઃ નાના પાટેકર

તેમણે કહ્યું કે,’અમે કોઈને ફોટો પાડવાની મનાઈ કરતા નથી. અહીં એટલી ભીડ હતી, કે મને ખબર જ ન પડી કે અચાનક કેવી રીતે તે આવી ગયો. આ ભૂલથી થઈ ગયું છે, મને માફ કરી દો.’

શું છે સમગ્ર મામલો?

બોલિવૂડ અભિનેતા નાના પાટેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક યુવકને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સમાં નાના પાટેકર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ વીડિયો બનારસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

લોકો કરી રહ્યા છે ટીકા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શૂટિંગ સ્પોટ પર નાના પાટેકર એક સીન માટે તૈયાર થઈ રહ્યા હોય છે. ત્યારે એક યુવક તેમની પાસે આવીને ઊભો રહી જાય છે અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આ જોઈને નાના પાટેકર લાલઘુમ થઈ જાય છે અને યુવકને જોરદાર થપ્પડ ઝીંકી દે છે. જ્યારે અન્ય એક શખ્સ યુવકની ગરદન પકડીને તેને બહાર ધકેલી મૂકે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો અભિનેતાની ટીકા કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT