BREAKING: નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત, બપોરે ECની પ્રેસ કોન્ફરન્સ
નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પૂર્વમાં આવેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા યોજાવા જઈ રહી છે. આ માટે ચૂંટણી પંચ…
ADVERTISEMENT
નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પૂર્વમાં આવેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા યોજાવા જઈ રહી છે. આ માટે ચૂંટણી પંચ આજે બપોરે 2.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.
ત્રણેય રાજ્યના સચિવો સાથે ચૂંટણી આયુક્તની મીટિંગ
આ પહેલા ચૂંટણી પંચ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. પૂર્વોત્તરના આ ત્રણેય રાજ્યોમાં આયોગે ચાર દિવસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર સાથે બંને આયુક્ત અનૂપ ચંદ્ર પાંડે અને અરુલણ ગોયલ પણ હતા. મુખ્ય ચૂંટણી આયુક્તે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશકો સાથે સાથે રાજકીય પાર્ટીના નેતાઓ સાથે પણ બેઠકો કરી હતી.
આ બાદ અન્ય કયા રાજ્યોમાં આ વર્ષે ચૂંટણી યોજાશે?
ચૂંટણી આયોગના અધિકારી સૌથી પહેલા 11 જાન્યુઆરીએ ત્રિપુરા પહોંચી ગયા હતા. અહીંથી નાગાલેન્ડ અને અંતમાં મેઘાલયનો પ્રવાસ કર્યો હતો. ફેબ્રુઆરીમાં આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ બાદ એપ્રિલ-મેમાં સંભવ છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવાય. પછી મેમાં કર્ણાટક અને નવેમ્બરમાં છત્તિસગઢ, મધ્ય પ્રદેશ અને મિઝોરમ અને વર્ષમાં અંતમાં તેલંગાણા અને રાજસ્થાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ભાજપે ચૂંટણી પહેલા તૈયારીઓ શરૂ કરી
આગામી ચૂંટણીઓને જોતા ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પણ કરી ચૂકી છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત હતા. મીટિંગમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હજારોની સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા પણ આવ્યા હતા.
ADVERTISEMENT