નવરાત્રિની તૈયારી: ગોધરાની આ મુસ્લિમ મહિલાઓએ બનાવેલા દાંડિયાએ દુનિયાને લગાડ્યું ઘેલું

ADVERTISEMENT

dandiya
dandiya
social share
google news

શાર્દૂલ ગજ્જર, ગોધરા: આસ્થા અને શક્તિનું પ્રતિક એટલે નવરાત્રી. દેશભરમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રી પર દાંડિયા અને ચોલી સહિતની વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દાંડિયા વગર નવરાત્રી અધૂરી છે. ગુજરાતના દાંડિયા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે ગોધરામાં મુસ્લિમ મહિલાઓ દ્વારા દાંડિયા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

દાંડિયા વિના નવરાત્રિ અધૂરી છે, પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ દાંડિયાનું છે. આખા વર્ષ દરમિયાન ગોધરાની મુસ્લિમ મહિલા દાંડિયા બનાવે છે. તેઓ એક દિવસમાં 300 થી 500 દાંડિયા તૈયાર કરે છે. ડાંડીયામાં કલર કામ કરી અને આ મહિલાઓ દિવસમાં 150 થી 200 રૂપિયા કમાય છે. ભારતની આત્મનિર્ભર મહિલાઓની વાત છે, મુસ્લિમ મહિલાઓ દાંડિયા બનાવે છે. હિંદુ મહિલાઓ રમે છે.

ગોધરામાં 300 જેટલા દાંડિયાના કારખાના 
ગોધરાના દાંડિયા વિશ્વમાં પ્રખ્યાત છે.  ગોધરાની અંદર અંદાજે 250 થી 300 જેટલા દાંડિયા બનાવવાના કારખાના આવેલા છે તેમજ 700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ગોધરાના દાંડિયાની માંગ ખૂબ જ છે. ગોધરાના દાંડિયા ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, યુપી તેમજ મુંબઈથી વિદેશોમાં સપ્લાય કરવામાં આવે છે. આ ગોધરાના દાંડિયા અમેરિકા , દુબઈ બ્રિટન ,જાપાન સુધી ગોધરાના ડાંડિયાની માંગ છે.

ADVERTISEMENT

કોરોના બાદ દાંડિયાની વધી માંગ
દાંડિયા સાથેના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના લોકો કોરોનાના બે વર્ષથી ધંધામાં મંદીના કારણે તેમને વ્યવસાય પર અસર પડી છે. આ વર્ષે દાંડિયાની માંગ વધવાને કારણે મુસ્લિમ સમાજની મહિલાઓ પણ પોતાના પતિ સાથે જોડાઈને આ ધંધાને આગળ વધારી રહી છે અને તેઓને પણ પૂરતી રોજગારી મળી રહી છે મહિલાઓ દાંડિયા બનાવવાની કામગીરીથી ખુશ છે અને રોજી રોટી મળે છે તેનો આનંદ પણ છે. ગુજરાતી દાંડિયાની હોલસેલ કિમત 5 રૂપિયાથી લઈ 20 રૂપિયા સુધી રાખવામાં આવી છે.

સહાયની કરી માંગ
આ લોકોની સરકાર પાસે માંગણી છે કે દાંડિયા બનવનારને કોઈ સહાય નથી મળી રહી. તેમની માંગ છે કે તેમણે લોન કે વીજબિલમાં માફી મળે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના વેરસના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT