પાકિસ્તાનમાં વિધવા હિન્દુ મહિલા સાથે અત્યાચાર, શખસોએ ગળુ કાપી; ચામડી ઉખાડી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હવે એક વિધવા હિન્દુ મહિલાની નિર્દયતાથી હત્યાનો મામલો સામે આવ્યો છે. મહિલાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને એવી રીતે ટોર્ચર કરાયો છે કે આસપાસના વિસ્તારોમાં રહેતા હિન્દુઓમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

નિર્દયતાથી હત્યા કરી
હત્યા કરાયેલી 40 વર્ષની વિધવા દયા ભીલ (40) સિંધ પ્રાંતના સંઘારમાં રહે છે. દયાનું માથું કપાયેલું હોય એવી સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો છે. તેના ચહેરા પરની ચામડી છોલાઈ ગઈ હતી. ધારદાર હથિયાર વડે મહિલાના સ્તનો પણ કાપી નાખવામાં આવ્યા છે. આ સાથે તેના આખા શરીર પર કટ અને ચામડીને છોલી કાઢી છે. આ સમગ્ર કૃત્યનાં નિશાન પણ મળી આવ્યા છે.

આ હત્યાકાંડનો પડઘો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. લોકો આ મામલો ઉઠાવીને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. મૃતક મહિલા દયા ભીલને 4 બાળકો છે. તેમનું કહેવું છે કે તેને કે તેની માતાને કોઈની સાથે દુશ્મની નથી.

ADVERTISEMENT

અલ્પસંખ્યક લોકો પર અત્યાચારનો મામલો
આ પહેલો મામલો નથી જ્યારે પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. ઓક્ટોબર 2022ના દિવસે, પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના કલાત શહેરમાં લઘુમતી સમુદાયની એક મહિલાના અસ્થીઓને અપવિત્ર કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હિન્દુ સમુદાયના લોકોએ આ અંગે વિરોધ કર્યો હતો. હિંદુ મહિલાના મૃત્યુ બાદ મહિલાના સંબંધીઓએ સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. જ્યારે મહિલાના સંબંધીઓ સ્મશાનમાંથી પરત આવ્યા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ મહિલાના અસ્થિઓ બહાર ફેંકી દીધા હતા.

ધર્મ પરિવર્તનની અસંખ્ય ઘટનાઓ..
આ પહેલા 12 ઓગસ્ટ 2022ના દિવસે એક મિલમાં કામ કરતી યુવતીનું ચાર લોકોએ અપહરણ કર્યું હતું. આ પછી છોકરીના માતા-પિતાએ દાવો કર્યો કે તેમની છોકરીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું અને એક અપહરણકર્તાએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી તો સપ્ટેમ્બર સુધી કેસ નોંધાયો નહતો.

ADVERTISEMENT

આ પછી પોલીસ અને માનવાધિકાર અધિકારીઓએ તેને બલૂચિસ્તાન પ્રાંતમાંથી ઝડપી લીધો અને તેને પાકિસ્તાનના હૈદરાબાદ લાવ્યા હતા. ત્યારપછી યુવતીને શેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી. કારણ કે તેના પતિએ તેના માતા-પિતા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT