મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ, જાણો રોકા સેરેમની વિશે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ અંબાણી પરિવારમાં ઉજવણીનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. હવે ગૂડ ન્યૂઝ એ આવ્યા છે કે બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ચૂકી છે. રાધિકા મર્ચન્ટ સાથેની રોકા સેરેમનીની તસવીરો અત્યારે સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે આનું આયોજન રાજસ્થાન કરાયું હતું, તથા વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

અનંત અને રાધિકા જલદીથી લગ્ન કરશે…
અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે એની ચર્ચા અત્યારે ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી બહાર આવી શકી નથી. અનંત અને રાધિકા વર્ષોથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં પણ જોવા મળે છે. ટૂંક સમયમાં રાધિકા અંબાણી પરિવારની વહુ બની જશે.

કોણ છે રાધિકા મર્ચંટ?
રાધિકા, વિરેન મર્ચંટ અને શૈલા મર્ચંટની દીકરી છે. વિરેન એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાના પિતા વિરેન ભારતની અમિર વ્યક્તિઓની યાદીમાં સામેલ છે. રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યારપછી અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં રાધિકાએ પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઈન કરી હતી. તેને રિડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનો શોખ છે.

ADVERTISEMENT

રાધિકા ઘણી સુંદર છે. રાધિકા અને અનંત નાનપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો 2018માં ફોટો વાઈરલ થયો હતો. ફોટોમાં બંને મેચિંગ ગ્રીન આઉટફીટમાં જોવા મળ્યા હતા.

રાધિકા ક્લાસિકલ ડાન્સર છે…
રાધિકા એક ટ્રેઈન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022માં અંબાણી પરિવારે પોતાની વહુ રાધિકા મર્ચંટ માટે અરંગેત્રમ સેરેમની હોસ્ટ કરી હતી. જ્યાં બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર પહોંચ્યા હતા. સેરેમનીમાં રાધિકાના ક્લાસિકલ ડાન્સ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ વીડિયોમાં જેને જેને રાધિકાનો ડાન્સ જોયો હતો તેમણે તેની પ્રશંસા કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT