રાજ્યના આ શહેરમાં ઉત્તરાયણના દિવસે મનાવવામાં આવે છે શોક, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ, પાટણ: રાજ્યભરમાં આજે ઉતરાયણ પરાવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે  ગુજરાતનુ એક ગામ એવુ છે જ્યા ઉત્તરાયણ ઉજવાતી નથી. આ ગામના ઇતિહાસમાં આજ સુધી નથી કરવામાં આવી ઉતરાયણની ઉજવણી. સિદ્ધપુરમાં રાજાના મૃત્યુના શોકમાં ઉતરાયણ ના દિવશે પતંગનો બહિષ્કાર કરીને રાજા ને યાદ કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે મનાવવામાં આવે છે શોક

દેશભર માં ઉતરાયણ ના દિવસે જ પતંગ ચગાવી પતંગ રશિયાઓ પતંગ ની ચગાવવાની મોજ માણે છે. આ દરમિયાન પતંગ રસિકો સવારથી જ આગશીએ પહોંચી જાય છે .પરંતુ સિદ્ધપુરમાં રાજાના મૃત્યુના શોકમાં ઉતરાયણના દિવસે પતંગનો બહિષ્કાર કરીને રાજાને યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને મકરસંક્રાંતિ પર્વની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું

ADVERTISEMENT

દશેરાના દિવસે ચગાવે છે પતંગ
સામાન્ય રીતે ઉતરાયણના દિવસે પતંગ ચગાવીને ઉતાયણનો પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ સિદ્ધપુરમાં ઉતરાયણના દિવસે રાજાની યાદમાં શોક મનાવવામાં આવે છે. કેમ કે ઉતરાયણના દિવસે રાજા સિદ્ધરાજ નું મૃત્યુ થયું હોય તેવી લોકવાયકા છે. જેથી ઉતરાયણનો પર્વ ન ઉજવી પતંગ રશિયાઓ પતંગ ચગાવવાનો લ્હાવો દસેરાના દિવસે લે છે.

ઉત્તરાયણના દિવસે પાલવમાં આવે છે શોક
દશેરાના દિવસે અધર્મ સામે ધર્મ નો વિજય પ્રાપ્તિનો દિવસ મનાય છે. અને તેથી જ સિદ્ધપુરમાં નાના મોટા સૌ કોઈ ધાબા અને અગાશીઓ પર પતંગ અને દોરી સાથે પહોંચી જાય છે. જ્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ન ચગાવી વર્ષો થી ચાલી આવતી પરમ્પરા પણ જાળવી રાખે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT