મહેસાણામાં ચાર દિવસ બાદ પણ ગેસ લીકેજ બંધ નથી થયો, ભયના માર્યા 150 પરિવારોએ ગામ છોડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના સાંથલની બાજુમાં આવેલા કસલપુરા ગામની સીમમાં ONGC ના વેલ ઉપર ત્રણ દિવસ પહેલા ગગન ભેદી અવાજ સાથે થયેલા બ્લાસ્ટમાં ગેસ અને પાણીના ફુવારા ઉડતાની સાથે જ રાત્રી સમયે ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ONGCના વેલ ઉપર ગેસ લીકેજની અસર કસલપુરા ગામમાં સર્જાઇ હતી. માથું દુખાવો તેમજ શ્વાસોશ્વાસની તકલીફ વચ્ચે ગામના 150 થી વધુ પરિવારો ભયના માર્યા ગામ છોડી ગયા હતા.

ગેસ લીકેજથી પશુઓ પણ બીમાર
ગેસ લીકેજની અસરથી માત્ર વ્યક્તિઓને જ નહીં પરંતુ પશુઓ પણ તેમાંથી બાકાત નહોતા. પશુઓ પણ બીમાર પડતા તબીબી સારવાર આપવી પડી હતી. બીજી બાજુ સતત ચાર દિવસથી થઈ રહેલા ગેસ લીકેજ વચ્ચે સોમવારે વડોદરાથી એક્સપર્ટ ટીમ પહોંચી હતી જેમને બ્લોકેજ બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. મહેસાણા ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરાથી આવેલી એક્સપર્ટ ટીમ બ્લોકેજ બંધ કરે તેવી શક્યતા જણાવી રહી છે. સમગ્ર દુર્ઘટનાની તપાસ થશે. અને જો ખામી સામે આવશે તો કાર્યવાહી થશે.

ગ્રામજનોએ ધરણાં પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
જ્યારે કસલપુર ગામના સરપંચ કાંતિભાઈ ચાવડા જણાવ્યું હતું કે, ONGCના વેલ ઉપર બનેલી આ ઘટનાને કારણે ઉભી થયેલી સમસ્યાઓથી કંટાળી ગામના લોકો ઘર છોડી ગયા છે. ONGC કે સરકાર તરફથી અમને કોઈ જ મદદ મળી નથી. પંચાયત દ્વારા ગામમાં જે પણ લોકો રહ્યા છે તેમની જમવાની અને પાણીની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે કોઈ નિર્ણય નહીં આવે તો આગામી પાંચમીએ કલેકટરને આવેદન આપીને ત્યાં જ ધરણા ઉપર બેસવાનું નિર્ણય લેવાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT