ચૂંટણી પહેલા કોંગ્રેસ-AAPમાં ગાબડું, સાબરકાંઠામાં 500 કોંગી કાર્યકરો તથા AAPના નેતા BJPમાં જોડાયા
હસમુખ પટેલ/સાબરકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ જઈ રહી છે. ત્યારે હવે ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના…
ADVERTISEMENT
હસમુખ પટેલ/સાબરકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ જઈ રહી છે. ત્યારે હવે ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના અશ્વિનકુમાર ભાજપમાં જોડાયા બાદ ખેડબ્રહ્મા તેમજ વિજયનગરના 500થી વધારે કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભરાટ સર્જાયો છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હાજરીમાં કોંગી કાર્યકરોએ કેસરીયા કર્યા
છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો સહિત કાર્યકરો અને ટેકેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગતરોજ વિજયનગરના કાલવણ – ટોકરા વસાહત મુકામે રાજસ્થાનના જાડોલ ધારાસભ્ય બાબુભાઈ ખરાડી સહિત ખેડબ્રહ્મા વિધાનસભાના પ્રભારી ગજેન્દ્ર સકસેના તેમજ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં ખેડબ્રહ્મા વિજયનગર વિસ્તારમાં કોંગ્રેસ મોટું ગાબડું સર્જાયું છે.
ADVERTISEMENT
AAPના નેતા પણ ભાજપમાં જોડાયા
જે અંતર્ગત પૂર્વ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ કાન્તાબેન બલેવિયા, પૂર્વ ખેડબ્રહ્મા તાલુકા સમિતિના પ્રમુખ સુરેશદાન ગઢવી, માલધારી સેલના પ્રમુખ ભગવાનદાસ રબારી,પૂર્વ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત સદસ્યો તેમજ ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલ કમજી અસારી સહિત પૂર્વ સરપંચ કાથરોટી અને પૂર્વ કાલવણ સરપંચ રમણભાઈ બોડાત સહિતના આગેવાનોએ કોંગ્રેસને રામ-રામ કરી 500 જેટલા કાર્યકરો ભાજપ કેસરિયો ધારણ કર્યો છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં પણ હડકંપ વ્યાપ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ગાબડું, આ નેતાઓએ કમળ-હાથનો સાથ છોડી AAPનું ઝાડું પકડ્યું
ADVERTISEMENT
ગઈકાલે અરવલ્લીમાં ભાજપ-કોંગ્રેસમાં ગાબડું પડ્યું હતું
નોંધનીય છે કે, ચૂંટણી નજીક આવતા જ નેતાઓમાં પક્ષપલટાની સીઝન શરૂ થઈ ગઈ છે. આ પહેલા ગઈકાલે જ અરવલ્લીમાં ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં આજે સાબરકાંઠામાં વધુ એક પક્ષ પલટાના સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT