મહેસાણાની 50થી વધુ સોસાયટીઓ બહાર બેનર લાગ્યા- કોઈ રાજકીય પક્ષે પ્રચાર માટે આવવું નહીં

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/ મહેસાણા: મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ છેલ્લા ચાર વર્ષથી તેમના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાવવા સરકાર અને કોર્ટના દ્વાર ખખડાવી ચૂક્યા છે. ત્યારે ઊંઘેલી સરકારને જગાવવા તમામે એક જૂથ બની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને કોઈપણ રાજકીય નેતાને ચૂંટણી પ્રચાર માટે તેમના વિસ્તારમાં નહીં આવવા ફરમાન કર્યું છે.

50 સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
મહેસાણાના માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50 જેટલી સોસાયટીઓ અશાંતધારાના અમલીકરણ માટે છેલ્લા ચાર વર્ષથી લડી રહી છે. ત્યારે સરકાર દ્વારા આ સંબંધે કોઈ નિર્ણય ન લેવાતા આખરે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબી ઘાટના નેળીયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લઘુમતી કોમના લોકોના વસવાટને લઈને વિરોધ ઉઠ્યો હતો. આ સંબંધે વકીલ વિક્રમભાઈ વ્યાસે વર્ષ 2018માં મહેસાણા સિવિલ કોર્ટમાં અત્રેના સોસાયટી વિસ્તારમાં અશાંતધારાનો અમલ કરવા માંગણી કરી હતી. જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.

રાજકીય પક્ષોને પ્રચાર માટે ન આવવા કહેવાયું
અશાંત ધારાનો અમલ નહીં થતાં રોષે ભરાયેલા 50થી વધુ સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની બહાર ‘અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર’ તેવા બેનરો લગાવતા રાજકીય ગરમાવો સર્જાયો છે. આ બેનરોમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં.

ADVERTISEMENT

સ્થાનિક લોકો પરેશાન
અશાંતધારાની માગણી તે લડી લેવાના મૂડમાં આવી ગયેલા અત્રેની 50થી વધુ સોસાયટીના રહીશોનું એક જ કહેવું છે કે અશાંતધારાની અમલવારી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરે. આ વિસ્તારમાં લઘુમતીઓ રહેવા આવી જવાને કારણે લવ જેહાદનો ડર હંમેશા સતાવતો રહે છે. દીકરીઓને બહાર મોકલવાનું તો ઠીક ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. રોજબરોજ માંસ-મટન ખાઈને બહાર ગંદકી નાખવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અશાંતધારાની માંગણી સંબંધે સરકાર જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી તમામ સોસાયટીના રહીશો આંદોલન ચાલુ રાખશે.

    follow whatsapp

    ADVERTISEMENT